જામનગરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુ 11 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના બાંધકામોને અપાઈ નોટીસ

20 September 2019 07:42 PM
Jamnagar
  • જામનગરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુ 11 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના બાંધકામોને અપાઈ નોટીસ

સેલર માંથી પાણી કઢાવવા માટે એસ એસ આઈ ની ટીમ ને પણ કામે લગાડાઇ

જામનગર તા 20
જામનગર શહેરમાં રોગચાળો વધુ વકર્યો છે અને ખાસ કરીને ડેન્ગ્યુના કેસો વધુ જોવા મળી રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરની મધ્યમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ના પાર્કિંગ માં પાણી ભરાતા હોવાથી આવા કોમ્પ્લેક્સ નો સર્વે હાથ ધરી વધુ 11 કોમર્શિયલ કોમ્પ્લેક્સ ના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેંગ્યુના મચ્છરના લારવા નો નાશ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમ ની સાથે સાથે સોલિડવેસ્ટ શાખાની ટીમને પણ જોડવામાં આવી હતી શહેરના 15 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષ કે જેના પાર્કિંગમાં અથવા શહેરમાં પાણીના ખાબોચીયા ભરાતા હોવાથી મચ્છરોની ઉત્પત્તિ થતી હોવાનું જાણવા મળ્યું હતું.
આવા 15 કોમર્શિયલ કોમ્પ્લેક્સ ને નોટિસ પાઠવી હતી. ત્યાર પછી જે તે વિસ્તારના જામ્યુકોના સોલિડવેસ્ટ શાખાના અધિકારીઓ ને કામે લગાડવામાં આવ્યા હતા અને તમામ પાર્કિંગમાંથી પાણી ખાલી કરવાનું શરૂ કરી દેવાયું હતું. આ ઉપરાંત શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાં વધુ સરવે કરવામાં આવ્યો હતો જેમાં કિંગ પેલેસ હોટેલ માઇલસ્ટોન બિલ્ડીંગ, કરણ હોન્ડા શોરૂમ તહેરિયા કોમ્પલેક્ષ, બદરી કોમ્પ્લેક્સ, રાજ ક્લાસ, હોન્ડા શોરૂમ, એસ બી શર્મા સ્કૂલ, પાર્શ્વનાથ ડેવલોપર્સ, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ સહિતના વધુ 11 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ના સેલર માં પાણી ભરાતા હોવાથી તેઓને નોટિસ પાઠવવામાં આવી છે. અને વહેલી તકે પાણીનો જથ્થો ખાલી કરાવવા માટે સૂચના આપી એસએસઆઈ ની ટીમને દોડતી કરવામાં આવી છે. તાજેતરમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો હોવાથી લાખોટા તળાવ છલોછલ ભરાઈ ગયું છે જેના કારણે અનેક સેલર ના પાર્કિંગમાં પાણીની સરવાણી જમીનમાંથી ફૂટી રહી છે અને પાણી કાઢવા છતાં પણ ફરીથી નવું પાણી આવી જતું હોવાથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ ના સંચાલકોને પાણી ખાલી કરવા માટે અથાગ મહેનત કરવી પડી રહી છે. આવા કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં પાણી ઉપર બળેલું ઓઇલ ઢોળીને મચ્છરના લારવા નો નાશ કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


Loading...
Advertisement