ગુજરાત રેપિડ ચેસ ટુર્ના.માં જામનગરનો જતીન બીજા ક્રમે

20 September 2019 07:40 PM
Jamnagar
  • ગુજરાત રેપિડ ચેસ ટુર્ના.માં જામનગરનો જતીન બીજા ક્રમે

જામનગર તા.20: ગ્લોબલ સર્વિસ ગ્રુપ અને ક્રિએટીવ ચેસ એકેડમીના સંયુકત ઉપક્રમે આનંદનગર કોમ્યુનિટી હોલ રાજકોટ ખાતે તા. 14 અને 15 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ ઓપન ગુજરાત રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં જામનગરના 12 વર્ષના જતીન પંડ્યાએ તેના કરતા 30 થી વધુ ખેલાડીઓ ઈન્ડિયાનું હાઇરેટિંગ ધરાવતા હતા તેમાં ગુજરાતમાં બીજો નંબર પ્રાપ્ત કરીને ત્યાં ઉપસ્થિત અનેક લોકોની શાબાશી પ્રાપ્ત કરી હતી. બાલકન-જી બારી સંસ્થા દ્વારા આગામી ચેસ સ્પર્ધામાં જતીનનું યોગ્ય પુરસ્કાર આપીને સન્માન કરશે. જતીન પંડ્યા તાજેતરમાં અન્ડર-16 વિભાગમાં ઓલ ઇન્ડિયા બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.


Loading...
Advertisement