ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી પંથકમાં વરસાદનો નવો રાઉન્ડ: જેતપુર-માધવપુરમાં ઝાપટા

20 September 2019 06:46 PM
Rajkot Saurashtra
  • ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી પંથકમાં વરસાદનો નવો રાઉન્ડ: જેતપુર-માધવપુરમાં ઝાપટા

રાજકોટ તા.20
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેના આજે ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ જેવા જીલ્લાઓના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાના નિર્દેશ છે.
રાજયમાં આજે બે વાગ્યા સુધીમાં 60 તાલુકાઓમાં ઝાપટાથી માંડીને દોઢ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો.
ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં બપોરે બે કલાકમાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું. આણંદમાં એક ઈંચ વરસાદ હતો. અમરેલીના બગસરા, ગીર સોમનાથના વેરાવળ, ગીર ગઢડા, અમરેલીના બાબરા-લીલીયા તથા જુનાગઢના કેશોદ-તાલાલામાં એક-એક ઈંચ વરસાદ હતો.આ સિવાય માંગરોળ તથા ભાવનગરના પાલીતાણામાં અર્ધો ઈંચ, અમરેલીના ધારી, સાવરકુંડલામાં અર્ધો ઈંચ વરસાદ હતો.
ગુજરાતના ડાંગ, આણંદ, પંચમહાલ, ખેડા, નવાસારી, વડોદરા, વલસાડ વગેરે જીલ્લાઓમાં પણ ઝાપટાથી માંડીને દોઢ ઈંચ વરસાદ થયો હતો.


Loading...
Advertisement