પ્રાચીન ગરબીઓના ચોકના ખાડા ડામરથી બુરાઈ જશે: સોમવારથી પેચવર્કનો પ્રારંભ..

20 September 2019 05:31 PM
Rajkot Saurashtra
  • પ્રાચીન ગરબીઓના ચોકના ખાડા ડામરથી બુરાઈ જશે: સોમવારથી પેચવર્કનો પ્રારંભ..

નવરાત્રી પહેલા કામ પૂર્ણ: સ્ટે.ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા.20
રાજકોટ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓને ભારે નુકશાન થયું છે. હંગામી ધોરણે તમામ વોર્ડમાં તાત્કાલિક જરૂર હોય ત્યાં ખાડા બુરવાનું કામ ચાલુ છે ત્યારે આગામી નવરાત્રીના તહેવારો ધ્યાને લઈ શહેરના તમામ ગરબી ચોકમાં સોમવારથી પેચવર્કનું કામ શરૂ કરી દેવામાં આવશે તેવું આજે સ્ટે.ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું છે.
આજે ચેરમેને માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ ગરબી ચોકમાં ડામર પેચવર્ક શરૂ કરી દેવા ઈજનેરો સહિતના અધિકારીઓએ સર્વે કરી લીધો છે. હવે વરસાદ રહી જતા છેલ્લા બે ત્રણ દિવસમાં અનેક રસ્તા ુઅને ચોકમાં મોરમ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ પૂર્ણ થવા આવ્યું છે.
હવે ચાલુ મહિનાના અંતે નવરાત્રીનો તહેવાર શરૂ થવામાં છે. આથી ગરબીમાં રમતી બાળાઓને રાસ ગરબા લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તમામ 18 વોર્ડના દરેક ગરબી ચોકમાં ડામર પેચવર્ક નોરતા પૂર્વે કરી નાખવા ત્રણે ઝોનમાં સુચના આપવામાં આવી છે. તેના અનુસંધાને સર્વે સાથે સફાઈની કામગીરી પણ ચાલી રહી છે. સોમવારથી શહેરના તમામ ગરબી ચોકમાં ડામર પેચવર્ક શરૂ થઈ જશે અને નોરતા શરૂ થતા પૂર્વે પૂર્ણ પણ કરી દેવામાં આવશે તેવું અંતમાં ઉદય કાનગડે જણાવ્યું હતું.


Loading...
Advertisement