બ્રેઝા કાર મોટા વાહન સાથે અથડાયા બાદ નીચે ઉતરી : ગંભીર ઇજાથી ચાલકનું મોત

20 September 2019 02:03 PM
Rajkot Saurashtra
  • બ્રેઝા કાર મોટા વાહન સાથે અથડાયા બાદ
નીચે ઉતરી : ગંભીર ઇજાથી ચાલકનું મોત

રાજકોટ તા.20
અમદાવાદના મણીનગરમાં રહેતા શાહ યુવાન પોતાની પત્નીને જેતપુર તેડવા માટે બ્રેઝા કાર લઇ જતો હતો. બ્રેઝા કારનો ગોંડલ ખોડીયાર હોટલ પાસે મોટા વાહન પાછળ ઘુસી ગયા બાદ કાબુ ગુમાવતા સર્વિસ રોડની સાઇડમાં નીચે ઉતારી દઇ મોઢાને ભાગે ગંભીર ઇજા થવાથી કારચાલકનું મૃત્યુ થયું હતું. પત્ની પિયરમાં શ્રાઘ્ધકાર્યમાં ગઇ હતી. જે બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર નવાગઢ રોડ વ્રજવાટીકા સોસાયટીમાં રહેતા કિશોરભાઇ ભગવાનજીભાઇ ટંકારીયા (ઉ.વ.66) નામના દરજી વૃઘ્ધની દિકરી સ્વાતીના લગ્ન આજથી 11 વર્ષ પહેલા અમદાવાદના મણીનગરમાં રહેતા અંકીત નરેશ શાહ સાથે થયા હતા.
ગત તા.17ને મંગળવારે દરજી પ્રૌઢની માતાનું પિતૃકાર્ય કરવાનું હોવાથી પુત્રી સ્વાતી પિયર આવી હતી. અમદાવાદથી જમાઇ અંકિત નરેશભાઇ શાહ (ઉ.વ.37) પોતાની બ્રેઝા કાર લઇને પત્નીને તેડવા માટે જેતપુર આવ્યો હતો. રાત્રીના બે વાગ્યાના અરસામાં પતિને પત્નીએ ફોન કર્યા હતા પરંતુ પતિએ ફોન ઉપાડયા ન હતાો. ગોંડલ ખોડીયાર હોટલ પાસે જમાઇની કાર જીજે 27 બીએસ પ963 નંબરની બ્રેઝાનો બોનેટનો ભાગ ચગદાઇ ગયેલ તેમજ કાર કોઇ પાછળથી વાહન સાથે ભટકાયેલ બાદ સર્વિસ રોડની નીચે ઉતરી ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પોલીસે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. જયાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. જે અકસ્માતના બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પીએસઆઇ બી.એલ.ઝાલાએ મૃતદેહ અંગે જરૂરી કાગળની કાર્યવાહી કરી પીએમ અર્થે ખસેડયો હતો.


Loading...
Advertisement