હેલમેટ વિરોધી આંદોલનને કચડી નાંખતી પોલીસ : 58 કોંગીજનોની અટકાયત

18 September 2019 07:40 PM
Rajkot Saurashtra
 • હેલમેટ વિરોધી આંદોલનને કચડી નાંખતી પોલીસ : 58 કોંગીજનોની અટકાયત

ધરણાની મંજૂરી ન આપી નેતાઓને ઉઠાવી લેવાયા : જિલ્લા પંચાયત ચોકમાં જાણે કર્ફયુ ભંગ થવાનો હોય તેમ પોલીસ ઉતરી પડી : અશોક ડાંગરની તડાફડી : હેડ કવાર્ટરમાં પણ ધરણાં અને રામધૂન કર્યા : કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં લાંબા સમય બાદ નિર્ણાયક કાર્યક્રમ સફળ : નિવેદનબાજ ભાજપીઓને મોં છુપાવવા જેવી હાલત!

રાજકોટ તા.18
હેલમેટ સહિતના ટ્રાફીકના નવા કાળા કાયદાના વિરોધમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં તો વિપક્ષ કોંગ્રેસ અને પ્રજાની તાકાત એક થઇ જાય એ પૂર્વે પોલીસે કોંગ્રેસના ધારણાને મંજૂરી ન આપી નેતાઓની ધરપકડ કરી લેતા જનતાનો રોષ ભડકામાં ફેરવાઇ ગયો છે.
આજથી ત્રણ દિવસથી જિલ્લા પંચાયત ચોકમાં ધરણાની મંજૂરી શહેર કોંગ્રેસે માંગી હતી. જે પોલીસે આપી નથી. છતા પ્રજા માટે પ્રમુખ અશોક ડાંગર સહિતના નેતાઓ એકત્ર થતા પોલીસે તમામને ઉપાડી હેડ કવાર્ટર લઇ ગઇ હતી. ત્યાંથી અશોક ડાંગરે જણાવ્યું હતું કે પીયુસી માંગવાનો પોલીસને અધિકાર જ નથી. બાળક ત્રિપલ સવારીમાં આવવું ન જોઇએ તો શહેરી વિસ્તારમાં હેલમેટની જરૂર નથી. આ લાગણી અને માંગણી પ્રજાની જ છે. જેને પોલીસ સરકારના ઇશારે કચડી રહી છે. લોકોની અગવડતા કોઇ સાંભળતું નથી. આથી અટકાયત બાદ પણ હેડ કવાર્ટરમાં ધરણા અને રામધૂન ચાલુ રાખ્યા હતા. હવે આ કાયદો મોકુફ રહેતા કોંગ્રેસે ત્રણ દિવસના ધરણાં પણ મોકુફ જાહેર કર્યા છે. બીજી તરફ જંકશન અને ગાયકવાડી વિસ્તારના વેપારીઓએ આજે રોષ સાથે બંધ પાળ્યો છે.
આજે બપોરે રાજય સરકારે ગાંધીનગરથી નવા ટ્રાફીક રૂલ્સ 1પ ઓકટોબર સુધી મોકુફ રાખવાની જાહેરાત કરતા જ કોંગ્રેસ છાવણી ગેલમાં આવી ગઇ છે. કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે આ જનતાની લાગણી અને કોંગ્રેસની લડાઇનો વિજય છે. બપોરે જિલ્લા પંચાયત ચોકમાં ઉજવણી પણ કરવામાં આવી છે. કોંગ્રેસ લોકોના પ્રશ્ર્ને લડતાં પોલીસ કે સરકારથી ડરતી નથી. હવે જો ફરી આ કાયદાનો ભારે અમલ આવશે તો પણ કોંગ્રેસ પીછે હઠ કરવાની નથી.
જિલ્લા પંચાયત ચોકમાં આજે સવારથી મોટા ભાગની પોલીસનો સ્ટાફ, અધિકારીઓ જાણે કર્ફયુ ભંગ થવાનો હોય તે રીતે ખડકાઇ ગયા હતા. મંજૂરી ન મળવા છતાં કોંગ્રેસે તો ધરણાં શરૂ કરવા તૈયારી કરી હતી. તેમાં મોટી સંખ્યામાં પ્રજા જોડાઇ જાય તેવી ભીતિથી પણ આગેવાનોને ધડાધડ ઉઠાવી લેવાયા હતા. કુલ પ8 કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. તમામ લોકોને એ-ડીવીઝન પોલીસ હેડ કવાર્ટર લઇ ગઇ હતી. ત્યાં પણ આગેવાનો અને હોદેદારોએ રામધૂન બોલાવીને ધરણાં ચાલુ રાખતાં પોલીસ સ્ટાફ સ્ટેન્ડ બાય જ રહ્યો હતો. અંતે બપોરે આ કાયદો મોકુફ રહ્યાની જાહેરાત થતાં કોંગ્રેસ તો ઠીક, પોલીસને પણ રાહત થઇ હતી.
પોલીસે જે કોંગી નેતાઓની અટકાયત કરી હતી તેમાં પ્રમુખ અશોક ડાંગર, મનપા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, નગરસેવકો અને અગ્રણીઓ જશવંતસિંહ ભટ્ટી, મનસુખભાઇ કાલરીયા, મયુરસિંહ જાડેજા, ડો.દિનેશ ચોવટીયા, સુરેશ બથવાર, વિજય વાંક, સંજય અજુડીયા, અતુલ રાજાણી, ઘનશ્યામસિંહ જાડેજા, હિરેન પટેલ, યુનુસ જુણેજા, પ્રવિણ સોરાણી, શરદ તલસાણીયા, વિરલ ભટ્ટ, ભાવેશ પટેલ વગેરેનો સમાવેશ થાય છે. બાદમાં પોલીસે તમામ અટકાયતી કોંગીજનોને છોડી મુકયા હતા અને જિલ્લા પંચાયત ચોકમાં ઉજવણી કરવામાં આવી હતી.
દરમ્યાન પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતું કે લાંબા સમયથી પ્રજાના રોષ વચ્ચે ભાજપના કોઇ આગેવાનો હેલમેટનો વિરોધ કરવાની તો ઠીક, કાયદાની તરફેણ કરી શકે તેવી હાલતમાં પણ ન હતા. સરકારી કાર્યક્રમ માટે પસ્તીની જેમ નિવેદનો તૈયાર કરતાં નેતાઓને લોકો શોધતા હતા. આજે કોંગ્રેસે પ્રજાના અવાજનો પડઘો પાડતા ભાજપના નિવેદનીયા નેતાઓને તો મોં છુપાવવાનો વારો આવી ગયો છે. પરંતુ કોંગ્રેસ પ્રજા સાથે જ છે અને કાયમ રહેવાની છે.

મુખ્યમંત્રીના હોમટાઉનમાં શરૂ થયેલા આંદોલનનો 24 કલાકમાં પડઘો : કોંગ્રેસ પ્રમુખને જશ
ધરણા મોકુફ પણ કાળા કાયદાનો ફરી અમલ શરૂ થયો તો કોંગ્રેસ લડવા તૈયાર : અશોક ડાંગર
રાજયના મુખ્યમંત્રીના વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં હેલમેટ સહિતના નવા કાયદા સામે કોંગ્રેસે ઉઠાવેલા આંદોલનના પડઘા ગાંધીનગર સુધી પડયા છે. રાજય સરકારે ભલે તા.15 ઓકટોબર સુધી નવા કાયદાનો અમલ મોકુફ રાખ્યો હોય, પરંતુ જો ફરીથી આવા નિયમો લોકોના માથા પર મારવામાં આવશે તો કોંગ્રેસનું આંદોલન ચાલુ જ રહેશે તેવુ આજે ઉજવણી બાદ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતું.
રાજય વ્યાપી રોષનો પડઘો ગાંધીનગરમાં પડયો છે. પરંતુ તેનું એપી સેન્ટર તો રાજકોટ જ રહ્યું છે. કોંગ્રેસે આ વખતે ખરેખર પ્રજા વચ્ચે રહેવાની તક ઝડપી લીધી હતી. પ્રમુખ અશોક ડાંગર અને ટીમ આજે પોલીસની મંજૂરી ન મળવા છતાં જિલ્લા પંચાયત ચોકમાં મેદાનમાં આવી ગઇ હતી. પોલીસ કાફલા સામે પણ નેતાઓ ડગ્યા ન હતા અને વિરોધ ચાલુ કરતાં ધરપકડ વ્હોરવી પડી હતી.
પ્રમુખે કહ્યું હતું કે કોંગ્રેસની પ્રજા વતી જે માંગણીઓ છે તે યથાવત છે. કાયદામાં ફેરફાર અને અમલમાં હળવાશ લાવવી જ પડશે. અન્યથા તા.15 ઓકટોબર બાદ પણ આંદોલન કરવા માટે કોંગ્રેસ તૈયાર છે. વેપારીઓ પણ કોંગ્રેસ સાથે આજે આવી ગયા હતા. આમ રાજકોટની છેલ્લા લાંબા સમયની સૌથી મોટી લડતનો મોટો જશ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરને મળી ગયો છે.

Loading...
Advertisement