દસ વર્ષની બાળકીને પરિવાર સાથે મિલન કરાવનાર રેસ્ટોરન્ટના માલિકનું ડીસીપીએ સન્માન કર્યું

18 September 2019 07:33 PM
Rajkot
  • દસ વર્ષની બાળકીને પરિવાર સાથે મિલન કરાવનાર રેસ્ટોરન્ટના માલિકનું ડીસીપીએ સન્માન કર્યું

રાજકોટમાં રહેતા રામુભાઈ ગાંડુભાઈ સોલંકીની 10 વર્ષની પુત્રી ઘરેથી કયાંક ચાલી ગઈ હતી જે મામલે તા.4/8ના રોજ તેના પિતા દ્વારા બી ડીવીઝન પોલીસ મથકમાં અપહરણ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં હતી ત્યારે તા.6/8ના રોજ બાળકી કુવાડવા રોડ અંબીકા હોટેલ પાસે ઉભેલી હાલતમાં મળી આવતા અંબીકા રેસ્ટોરન્ટના માલીક પરેશભાઈ રમેશભાઈ બેસરાણીનાએ બાળકીની સુરક્ષાને ગંભીરતાથી લઈ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી બાળકીને બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને સોંપવામાં આવતા નાગરીક તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હોય અને આ તમામ વિગતો ડીસીપી ઝોન-1 રવિ મોહન સૈનીને ધ્યાને આવતા તેઓએ આ કામગીરીને બિરદાવવા અને અન્ય નાગરિકોને પ્રેરણારૂપ હોય જેથી પરેશભાઈ બેસરાણીને બોલાવી પ્રશંસાપત્ર પાઠવ્યુ હતું. આ તકે પીઆઈ વી.જે. ફર્નાન્ડીઝ, પીએસઆઈ એમ.એફ ડામોર તેમજ બાળકીનો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement