હરીદ્વાર સોસાયટીમાં મકાનનું ગેરકાયદેસર બાંધકામથી આસપાસના રહીશો પરેશાન

18 September 2019 07:32 PM
Rajkot Crime
  • હરીદ્વાર સોસાયટીમાં મકાનનું ગેરકાયદેસર બાંધકામથી આસપાસના રહીશો પરેશાન

મ્યુનિ. કોર્પોરેશનમાં ફરિયાદ-રજૂઆતો છતા બેરોકટોક બાંધકામ

રાજકોટ તા.18
સાગર હોલની સામે ગોકુલધામ પાસે હરીદ્વાર સોસાયટીમાં મકાનના ગેરકાયદેસર બાંધકામ સામે આસપાસના રહીશોને પરેશાની થતા મ્યુ. કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત ફરીયાદ છતા ગેરકાયદેસર બાંધકામ કોઈપણ જાતના રોકટોક વગર આગળ વધી રહ્યાની રહીશોમાં બુમ ઉઠી રહી છે.
હરીદ્વાર સોસાયટી શેરી નં.5માં રહેતા ભરતભાઈ છગનભાઈ પિત્રોડાએ મ્યુ.કમિશ્ર્નરને લેખીતમાં જણાવ્યા પ્રમાણે તેમની બાજુના બ્લોકમાં નિયમ વિરૂધ્ધ પરમીશન વિના ત્રણ માળનું બાંધકામ કરી અમારા મકાનને નુકશાન સાથે હવા ઉજાસ, કુદરતી વાતાવરણ બંધ કરેલ છષ. આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ગત જુન માસથી આજ સુધી મ્યુ.કોર્પોરેશનમાં રજુઆત કરવામાં આવી છે છતા ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. આ બાબતે તાકીદે ઘટતી કાર્યવાહી કરી ન્યાય આપવા અંતમાં ભરતભાઈ પિત્રોડાએ માંગણી ઉઠાવી છે.


Loading...
Advertisement