208 રોડ પર ખાડા બુરતું કોર્પો. : સૌથી વધુ જૂના રાજકોટમાં 121 કામ પૂરજોશમાં ચાલુ

18 September 2019 07:30 PM
Rajkot
  • 208 રોડ પર ખાડા બુરતું કોર્પો. : સૌથી વધુ  જૂના રાજકોટમાં 121 કામ પૂરજોશમાં ચાલુ

નવરાત્રી સુધીમાં બધા ગાબડા બૂરાઇ જશે : સ્ટે.ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા.18
રાજકોટમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત ખખડી જતાં પ1 કરોડના નુકશાનના અંદાજ વચ્ચે રાજય સરકારે મનપાને 25 કરોડની સહાય મંજૂર કરી છે. આ ડામર રોડના કામ શરૂ થાય તે પૂર્વે પૂરા શહેરમાં ખાડા બૂરવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યાનું આજે સ્ટે.ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું.
ત્રણેય ઝોનમાંથી વિગતો લીધા બાદ પદાધિકારીએ કહ્યું હતું કે વિક્રમી વરસાદથી શહેરના અનેક ચોક અને રસ્તાને નુકશાની થઇ છે. વાહન ચાલકો સહિત પ્રજાને પરેશાની થઇ છે. આથી જયાં જરૂર હોય ત્યાં મેટલ, મોરમ અને પેવીંગ બ્લોક પણ ફીટ કરવા સૂચના આપવામાં આવી હતી. ત્રણેય ઝોનમાં સીસી કામ સહિતની કામગીરી દિવસ રાત ચાલે છે અને નવરાત્રી સુધીમાં કામ પૂર્ણ કરવા આદેશ અપાયો છે.
વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 12માં 53 રોડના ખાડા બૂરાયા છે. પાણી નિકાલની લાઇન પણ નંખાઇ છે. ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.4, પ, 6, 15, 16, 18માં મેટલ, મોરમ, પેવીંગ બ્લોક નાંખવામાં આવ્યા છે. આ ઝોનમાં 34 રોડમાં રીપેરીંગ થયું છે તો સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 121 ખાડા બુરાયા છે. જેમાં વોર્ડ નં.2, 3, 7, 13, 14, 17નો સમાવેશ થાય છે. વોર્ડ નં.7 અને 14માં પાણીની નવી ડીઆઇ લાઇનના સૌથી વધુ કામ થયા છે તે ઉલ્લેખનીય છે.


Loading...
Advertisement