શેરબજારમાં તેજીનો વળાંક: આંક 118 પોઈન્ટ ઉંચકાયો

18 September 2019 07:26 PM
Business
  • શેરબજારમાં તેજીનો વળાંક: આંક 118 પોઈન્ટ ઉંચકાયો

રાજકોટ તા.18
મુંબઈ શેરબજારમાં બે દિવસના કડાકા બાદ આજે તેજીનો વળાંક આવ્યો હતો. સેન્સેકસમાં 118 પોઈન્ટનો સુધારો હતો.
શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક બન્યું હતું.આર્થિક મંદી રોકવા માટે સરકાર એક પછી એક પગલા લઈ રહી હોવાથી થોડી રાહત હતી. ક્રુડ મોરચે પણ કોઈ મોટુ સંકટ નહીં સર્જાવાના સંકેતોથી હાશકારો હતો. આજે ક્રુડતેલના ભાવ નરમ પડતા સારી અસર હતી.
શેરબજારમાં આજે ટીસ્કા, ટીસીએસ, વેદાંતા, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેકનો, કોટક બેંક, લાર્સન મહીન્દ્ર, રીલાયન્સ, સ્ટેટ બેંક, ભારત પેટ્રોલીયમ, વેદાંતા, જેએસડબલ્યુ સ્ટીલ વગેરે ઉંચકાયા હતા. એચડીએફસી, હીન્દ લીવર, ઓએનજીસી, બ્રીટાનીયા, કોલ ઈન્ડીયા, ઓએનજીસી નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 118 પોઈન્ટના સુધારાથી 36599 હતો. જે ઉંચામાં 36712 તથા નીચામાં 36465 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 32 પોઈન્ટ વધીને 10849 હતો. જે ઉંચામાં 10885 તથા નીચામાં 10804 હતો.


Loading...
Advertisement