નવો ટ્રાફીક કાયદો મુલત્વી જ નહીં, સંપૂર્ણ રદ કરો; રાક્ષસી દંડ અયોગ્ય: કોંગ્રેસની માંગ

18 September 2019 07:26 PM
Ahmedabad Gujarat
  • નવો ટ્રાફીક કાયદો મુલત્વી જ નહીં, સંપૂર્ણ રદ કરો; રાક્ષસી દંડ અયોગ્ય: કોંગ્રેસની માંગ

રાજય સરકારે નવા ટ્રાફીક કાયદાનો અમલ 15મી ઓકટોબર સુધી પાછો ઠેલી દીધો છે. પ્રચંડ પ્રજારોષ તથા આંદોલન સામે સરકારને ઝુકવુ પડયું છે ત્યારે કોંગ્રેસે એવી માંગ કરી છે કે નવો ટ્રાફીક કાયદો માત્ર મુલત્વી રાખવાના બદલે ચૂંટણીપંચે રદ કરવામાં આવે. કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાક્ષસી દંડ ઝીકીને સરકારે વાહનચાલકોને ગાડામાં ફરવુ પડે તેવી હાલત સર્જી દીધી છે. અનેકગણો દંડ યોગ્ય નથી. નવો કાયદો જ લાગુ થઈ શકે તેમ નથી. સરકાર અનેક પ્રકારના ટેકસ વસુલી જ રહી છે. દંડ સરકારી તિજોરી ભરવાનું હાથવગુ હથિયાર છે. નવો કાયદો સંપૂર્ણ રદ કરવાની માંગ છે. કાયદો ફરી લાગુ કરવાનો પ્રયત્ન થશે તો ફરી આંદોલન કરાશે.


Loading...
Advertisement