હવે ફેસબુક પર સ્ટોરીની હેડલાઈન એડવર્ટાઈઝર્સ નહીં બદલી શકે

18 September 2019 07:23 PM
Technology
  • હવે ફેસબુક પર સ્ટોરીની હેડલાઈન એડવર્ટાઈઝર્સ નહીં બદલી શકે

ગ્રાહકોને ગુમરાહ કરતા હોવાની ફરિયાદોને પગલે ફેસબુક નવી પોલીસી લાવશે

નવી દિલ્હી તા.18
ફેસબુક પર ન્યુઝ સ્ટોરીની લીંકની હેડલાઈન બદલીને ઓડીયન્સને ગુમરાહ કરનારા એડવર્ટાઈઝર્સને રોકવા માટે કંપની નથી. પોલીસી લાવી રહી છે, હવે એડવર્ટાઈઝર્સ પોતાની એડમાં અપાતી ન્યુઝ સ્ટોરીના લીંકની હેડલાઈન નહીં બદલી શકે.
ખરેખર તો બ્રિટનની એક રાજનીતિક પાર્ટી પર આવી જ લિંકમાં ફેરફાર કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ફેસબુકમાં ફરિયાદ આવી હતી. જેમાં એક એડમાં બીબીસીની સ્ટોરીની એક હેડ લાઈનમાં સરકારના એજયુકેશન પર ખર્ચની જાણકારી અપાઈ હતી.
બ્રિટીશ ફેકટ ચેકીંગ ચેરીટી ઓર્ગેનાઈઝેશન ફુલ ફેકટએ એક ઓનલાઈન પોસ્ટમાં લખ્યું કે કંઝર્વેટીવ પાર્ટીએ પોતાના એક વિજ્ઞાપનમાં બીબીસીના એક ન્યુઝ આર્ટીકલની હેડલાઈનમાં થોડી છેડછાડ કરી હતી જેથી એજયુકેશન પર કરાયેલા ખર્ચને વધારીને દેખાડી શકાય.


Loading...
Advertisement