મોદીએ ગુજરાત રોકાણ લંબાવીને અનેક પ્રોજેકટની ચર્ચા કરી

18 September 2019 07:03 PM
Ahmedabad Gujarat
  • મોદીએ ગુજરાત રોકાણ લંબાવીને અનેક પ્રોજેકટની ચર્ચા કરી

વડાપ્રધાને વારાણસીની ગંગા આરતીના બદલે ગુજરાતની ચિંતા કરી : છેક મોડીરાત્રીના દિલ્હી ગયા: બુલેટ-ટ્રેન, ગાંધીનગર રેલ્વે સ્ટેશન- રાજકોટ એઈમ્સની સ્થિતિ જાણી : મોટર વ્હીકલ એકટ અંગે પણ ટકોર: અમલમાં સંભાળીને આગળ વધવા રાજય તંત્રને સલાહ

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઈકાલના ગુજરાતના પ્રવાસમાં તેઓએ પોતાનું શેડયુલ લંબાવીને છેક મોડીરાત્રીના દિલ્હી પરત ગયા તેના પર જબરી ચર્ચા છે. વહાપ્રધાન બપોરે 2 વાગ્યે તેના કાર્યક્રમ પુરા કરીને દિલ્હી જવાના હતા તે બાદમાં તેઓને સાંજે વારાણસીમાં ગંગા આરતીમાં જવાનું હતું પણ આ તમામ કાર્યક્રમો રદ કરી રાજભવનમાં મુલાકાતોમાં વ્યસ્ત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનને મળવા પ્લાસ્ટીક મેન્યુ. એસો.નું પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું. દેશમાં તા.2 ઓકટો.થી સિંગલ યુઝડ પ્લાસ્ટીક અભિયાન શરુ થઈ રહ્યું છે અને ગુજરાત પ્લાસ્ટીક ઉત્પાદનમાં મોખરે છે તેમ આ પ્રકારના પ્લાસ્ટીક ઉત્પાદનને બંધ કરતા જે અસર ઉભી થવાની છે તેની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત વડાપ્રધાને તેમના બુલેટ ટ્રેન પ્રોજેકટની પણ સમીક્ષા કરી હતી જે તેના શેડયુલ મોડુ દોડી રહ્યું છે. ગાંધીનગરમાં જે વર્લ્ડકલાસ રેલ્વે સ્ટેશનનો પ્રોજેકટ છે તેની પણ પ્રગતિની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન તા.2 ઓકટો.ના રાજકોટમાં એઈમ્સના ઉદઘાટન માટે આવી શકે છે અને તેથી તેની પણ તૈયારીની ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ નવા મોટર વ્હીકલ એકટની જે સ્થિતિ સર્જાઈ છે તે પણ મોદીના ધ્યાન બહાર નથી અને સમગ્ર સ્થિતિને યોગ્ય રીતે સંભાળવા માટે તાકીદ કરી હતી. જો કે રાજકીય ચર્ચા અંગે હજુ કોઈ માહિતી આપી નથી.


Loading...
Advertisement