મિત્રો સમક્ષ ઠપકો આપતા 12 વર્ષના છોકરાએ પ્રિન્સીપાલની હત્યા કરી

18 September 2019 07:03 PM
India
  • મિત્રો સમક્ષ ઠપકો આપતા 12 વર્ષના છોકરાએ પ્રિન્સીપાલની હત્યા કરી

ઘરે જઈ છૂરીના ખચાખચ ઘા ઝીંકી દીધા: મુંબઈનો બનાવ

મુંબઈ તા.18
12 વર્ષના એક છોકરાએ પોતાના દોસ્તાર સમક્ષ ઠપકો આપવા બદલ ગોબંડીના શિવાજીનગરમાં સ્કુલ પ્રિન્સીપાલની તેમના ઘરમાં છૂરી હુલાવી હત્યા કરી હતી.
હુમલાનો ભોગ બનેલી 30 વર્ષની આયેશા અલ્લમ હુસુએ પાંચ વર્ષથી તેના ઘરમાં ખાનગી કોચીંગ પણ આપતી હતી. ડોંગરી રિમાન્ડ હોમમાં મોકલાયેલા સગીરે પોલીસને જણાવ્યું હતું કે તેની માતાએ હુસુએ પાસેથી તેના માટે બે હજાર ઉછીના લેવા જણાવ્યું હતું.
શાળા પતી ગયા પછી છોકરાએ હુસુએ પાસે નાણા માંગ્યા ત્યારે તેમને મિત્રો સમક્ષ ખખડાવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ છોકરાને આથી પોતાનું અપમાન લાગ્યું હતું. તે રાતે 8 વાગ્યે ટ્યુશન માટે પ્રિન્સીપાલના ઘરે ગયો હતો. તેણે હુસુયુ પર છૂરી વડે હુમલો કર્યો હતો. હુસુએએ ચીસાચીસ કરી મુકતા પડોસીઓ દોડી આવ્યા હતા અને તેમને હોસ્પીટલે લઈ ગયા હતા. જયાં તેમને મૃત જાહેર કરાયા હતા.


Loading...
Advertisement