આલેલે... પૃથ્વીથી ચંદ્ર આવજાવ કરવા લિફટ બનશે: રસપ્રદ દાવો

18 September 2019 06:59 PM
World
  • આલેલે... પૃથ્વીથી ચંદ્ર આવજાવ કરવા લિફટ બનશે: રસપ્રદ દાવો

પેન્સીલની અણી જેટલા જાડા કેબલથી એલિવેટર ચાલી શકે

ન્યુયોર્ક તા.18
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ અને યુનિવર્સિટી ઓફ કોલંબીયાએ ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એલિવેટર (લિફટ) જેવી યોજના બનાવી છે.
તેમણે ઝાયલોન નામના પોલીમર કાર્બન મટીરીયલથી ચંદ્ર અને પૃથ્વીની જિયોસ્ટેશનરી ઓર્બીટ વચ્ચે ટાવર અથવા કેબલ બનાવી શકાય તેવો દાવો કર્યો છે. સંશોધકોના દાવા મુજબ આ કેબલ પેન્સીલની અણી જેટલો જાડો હશે અને એનો અબજો ડોલરનો ખર્ચ થશે.
આ વાત વાસ્તવિકતા બને તો એપણે જેમ ગ્રાઉન્ડફલોરની ઉપરના માળે જવા લિફટમાં ચાપ દાબીએ એ રીતે ચંદ્ર પર જઈ શકાશે. આ વાત અત્યારે તો લાયન્સ ફીકશન લાગે છે, પણ બન્ને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ કહે છે કે એક દિવસ આ વાસ્તવિકતા બનશે.
આ વાતમાં એક બાબત છે કે ચંદ્ર પર જવા માટે પૃથ્વીની સપાટી પરથી નહીં પણ જીયોસ્ટેશનરી ઓર્બીટથી આ એલિવેટર આવજાવ કરી શકશે.
સંશોધકો કહે છે કે આવી લિફટ પૃથ્વીથી સલામત અંતરે હશે, જેથી ઉપગ્રહ સાથે ટકરાવાનો સવાલ ન આવે. ચંદ્રથી આ અંતર 332.00 કી.મી. હશે. જો કે ઈન્ટરનેશનલ લુનાર એકસપ્લોરેશન વર્કીંગ ગ્રુપના એકઝીકયુટીવ ડાયરેકટર બર્નાડ ફોઈંગના મતે આ વાત આખી ગુંચવણભરી છે. આ પ્રોજેકટનો ટેકનીકલ પ્લાન હજુ કાચો છે.


Loading...
Advertisement