આસામમાં પોલીસ થાણે 3 મહીલાને નગ્ન કરી, મારવામાં આવી

18 September 2019 06:55 PM
India
  • આસામમાં પોલીસ થાણે 3 મહીલાને નગ્ન કરી, મારવામાં આવી

હિંદુ યુવતીનું અપહરણ કરનારા ભાઈની બહેનો ભોગ બની

ગુવાહાટી તા.18
ત્રણ બહેનોએ આસામ પાલીસ સામે કસ્ટોડીયલ જુલમ ગુજારવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે તેમને દુરાંગ જીલ્લાના પોલીસ આઉટપોસ્ટમાં નગ્ન કરી લાતો અને લાઠી મારવામાં આવી હતી. હિન્દુ મહિલાનું અપહંરણ કરનાર મુસ્લીમ સામે કેસ નોંધાયા પછી આ ત્રણેયને પોલીસ ઉઠાવી ગઈ હતી.
આસામ ડીજીપી કુલાધર લૈકિયાએ જણાવ્યું હતું કે થાણા ઈન્ચાર્જ મહેન્દ્ર શર્મા અને મહીલા કોન્સ્ટેબલ વિનિતા બોરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને તેમની સામે ફોજદારી કેસ કરવામાં આવ્યો છે. તેમની સામેના આક્ષેપોની એક સપ્તાહમાં તપાસ પુરી કરવાનો આદેશ અપાયો છે.ત્રણ પૈકી એક બહેને 10 સપ્ટેમ્બરે પત્ર લખી પોલીસને ફરિયાદ કરી હતી. 28,30 અને 18 વર્ષની ત્રણ બહેનોને 9 સપ્ટેમ્બરે એસ.આઈ.શર્માએ ઉઠાવી લીધી હતી. હિંદુ મહિલાના અપહરણ માટે ભાઈ સામે કેસ નોંધાયા પછી તે બાબતેની પુછપરછ માટે આ ત્રણેય મહિલાને અટકમાં લીધાનો પોલીસનો દાવો છે.


Loading...
Advertisement