નવો મોટર વ્હીકલ એકટ સાહસિક પગલુ: કેન્દ્રીય મંત્રી

18 September 2019 06:27 PM
India
  • નવો મોટર વ્હીકલ એકટ સાહસિક પગલુ: કેન્દ્રીય મંત્રી

વિરોધને પ્રાયોજીત ગણાવતા રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી તા.18
દેશભરમાં મોટર વ્હીકલ એકટના નવા નિયમ અને ભારે દંડ સામે જબરો આક્રોશ છે તથા આંદોલન થઈ રહ્યા છે તે સમયે કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે સરકારના આ નિર્ણયને સાહસિક ગણાવતા કહ્યું કે તેનો વિરોધ કરે છે તે કદાચ વ્યાજબી હોય તો પણ તે પ્રાયોજીક છે. રાંચીમાં હીન્દુસ્તાન પૂર્વોદય કાર્યક્રમમાં બોલતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો કે આ પ્રકારના નિયમોથી અકસ્માતો ઘટશે અને સરકારે તેથી જ નવો વ્હીકલ એકટ લાવવાનું સાહસ કર્યુ છે. તેઓએ ત્રીપલ તલ્લાકનો પણ બચાવ કરતા કહ્યું કે આ પ્રકારની પ્રથા નથી આસ્થાનો વિષય કે નથી પુજાનો પ્રશ્ર્ન ફકત મુસ્લીમ મહિલાઓને જે અન્યાય થતો હતો તેની સામે મોદી સરકારે કાયદો લાવ્યો છે.


Loading...
Advertisement