કેન્દ્રીય વિભાગો માટે નવા વાહનોની ખરીદીનો પ્રતિબંધ રદ

18 September 2019 06:24 PM
India
  • કેન્દ્રીય વિભાગો માટે નવા વાહનોની ખરીદીનો પ્રતિબંધ રદ

કેન્દ્ર સરકારે ઓટો ક્ષેત્રને વધુ એક રાહત આપવા પ્રયત્ન કર્યો

નવી દિલ્હી તા.18
દેશમાં ઓટો મોબાઈલ ક્ષેત્રને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે તેના તમામ વિભાગો પર જે નવા વાહનોની ખરીદી પર પ્રતિબંધ મુકયો હતો તે તાત્કાલીક અસરથી દૂર કરી હતી અને હવે સરકારી વિભાગો તેમને ફાળવાયેલા બજેટમાં રહીને નવા વાહનોની ખરીદી કરી શકશે. અગાઉ સરકારે 29 ઓકટોબર 2014ના રોજ સંરક્ષણ કે ગૃહ મંત્રાલય જેને અર્ધ સુરક્ષા દળો તથા અન્ય સલામતી એજન્સીઓ માટે જરૂરી હોય તે સિવાયના તમામ વિભાગોને નવા વાહનની ખરીદી પર પ્રતિબંધ મુકાયો હતો તથા કેન્દ્રીય સ્તરે દિલ્હીમાં અને દેશની રાજધાનીઓમાં કાર પુલીંગ વ્યવસ્થા અમલી બનાવી હતી જેથી એકજ વાહનનો અનેક વિભાગ ઉપયોગ કરી શકે તે નિશ્ર્ચિત કર્યુ હતું. પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે અને તેને બજેટ મુદે ખરીદી કરી શકશે.


Loading...
Advertisement