મંગળના ઉતર ગ્રહ પર ઓગળી ગયેલી વ્હાઈટ ચોકલેટના દ્રશ્યનો નજારો

18 September 2019 06:19 PM
World
  • મંગળના ઉતર ગ્રહ પર ઓગળી ગયેલી વ્હાઈટ ચોકલેટના દ્રશ્યનો નજારો

તસ્વીરમાં રાતા ગ્રહના બદલાતા દ્દશ્ય જોવા મળ્યા

ન્યુયોર્ક તા.18
એક અવકાશયાને મંગળના ઉતર ધ્રુવથી ચકીત કરી નાખે તેવી તસ્વીર ઝડપી છે. એમાં ઓગળી ગયેલી વ્હાઈટ ચોકલેટના પરપોટા જેવું અસાધારણ દ્દશ્ય દેખાય છે.
તસ્વીર દર્શાવે છે કે મંગળના ઉતર ધ્રુવ પર પણ પૃથ્વીની જેમ રેતીના ડુંગર છે, અને એ પવનના કારણે જુદા આકારના બને છે.
એકસોમાર્સ ટ્રેસ ગેસ ઓર્બીટર નામના અવકાશયાને આ તસ્વીર લીધી છે. યુરોપીયન સ્પેસ એજન્સી (ઈએસએ) અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોલએ આ અવકાશયાન બનાવ્યું છે.
કલર કેમેરાનો ઉપયોગ કરી ખેંચાયેલી આ તસ્વીરમાં મુખ્યત્વે ક્રીમ રંગના લેન્ડસ્કેપમાં કાળા ધાબા નજરે પડે છે.
શિયાળામાં મંગળના ગ્રહો ફ્રોઝન કાર્બન ડાયોકસાઈડના પડથી હંગાઈ જાય છે. વસંત ઋતુ આવે ત્યારે રેડીયેશનથી ગરમ થઈ સબલાઈઝેશન પ્રોસેસથી હિમનું ગેલમાં રૂપાંતર થતાં આવો નજારો સર્જાય છે.
રેતીના ઢગના વિસ્તારમાં વસંત સમયે નીચેથી ડીફોલ્ટીંગ થાય છે અને ગેસ આઈસ અને રેતી વચ્ચે સેન્ડવીચ થાય છે. આઈસ તૂટતા ગેસ આડેધડ વછૂટે છે અને એ સાથે રેતી પણ હોય છે. આ કારણે કાળા ધાબા-પટ્ટા અને લીસોટા બને છે. તસ્વીરમાં આવું સાફ દેખાય છે. સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ આવી તસ્વીરની મદદથી વિજ્ઞાનીઓને મંગળ પર રેતી-કાંકરાની મુવમેન્ટ જવાબમાં મદદ મળે છે.


Loading...
Advertisement