મુખ્યમંત્રીની કારનો વિમો-ફીટનેસ સર્ટી.છે: ફળદુ

18 September 2019 06:07 PM
Rajkot Gujarat
  • મુખ્યમંત્રીની કારનો વિમો-ફીટનેસ સર્ટી.છે: ફળદુ

સરકારે આડકતરી રીતે સ્વીકાર્યુ: પ્રજામાં રોષ છે : સોશ્યલ મીડીયાના અહેવાલને સરકારી રદીયો: મેસેજ ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે: કોંગ્રેસ પક્ષ પર લોકોને ભડકાવવાનો આરોપ

રાજકોટ: ગુજરાતમાં મોટર વ્હીકલ એકટના પ્રારંભીક કડક અમલ કરાતા તથા લોકો સામે દંડા પછાડીને પીયુસી તથા વિમાના કાગળ માંગવાનું શરૂ થતા સોશ્યલ મીડીયામાં આક્રોશ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારી કાર પણ વિમો, પીયુસી ધરાવતી નથી તેવા વહેતા થયેલા સંદેશાની ભટકી ઉઠેલી સરકારે એક તરફ સોશ્યલ મીડીયામાં ફરતા આ સંદેશાઓને ખોટા ગણાવી સીએમ કાફલાની કારના વિમા, પીયુસીની માહિતી જાહેર કરીને મુખ્યમંત્રી તથા સરકાર સામાન્ય વ્યક્તિની જેમ જ મોટર વ્હીકલ એકટના તમામ કાયદાનું ચુસ્તપણે પાલન કરે છે તેવો દાવો કરીને આ પ્રકારના ખોટા મેસેજ પોષ્ટ કરનાર સામે કાનુની કાર્યવાહીની જાહેરાત કરી છે. રાજયના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ આજે મોટર વ્હીકલ એકટના નિયમોમાં છૂટછાટ અંગેની જાહેરાત કરતા પત્રકાર પરિષદ સમયે આ મુદો ઉઠાવતા કોંગ્રેસ પર પણ પ્રહાર કરવાનું ચૂકયા નહી અને આ પક્ષ પ્રજાને ભડકાવવા પ્રયાસ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. સરકારી યાદી મુજબ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારી કાર નં. જીજે18જી9085 નો વીમો પુરો થઈ ગયો છે તેમને પણ ટ્રાફીક નિયમો ન પાળવા બદલ દંડ થવો જોઈએ. શું કાયદા ફકત સામાન્ય માણસ માટે જ છે? આ પ્રકારનો એક મેસેજ ફોટોગ્રાફસ સાથે


Loading...
Advertisement