સગલ યુઝડ પ્લાસ્ટીક પ્રતિબંધમાં પહેલુ વિધ્ન: પાણીની બોટલો યથાવત રહેશ

18 September 2019 05:59 PM
India
  • સગલ યુઝડ પ્લાસ્ટીક પ્રતિબંધમાં પહેલુ વિધ્ન: પાણીની બોટલો યથાવત રહેશ

વડાપ્રધાન મોદીની ઝુંબેશમાં પંચર પાડતા કેન્દ્રીય મંત્રી પાસવાન

નવી દિલ્હી તા.18
કેન્દ્ર સરકાર એક તરફ સિંગલ યુઝડ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકવા જઈ રહી છે તે પુર્વે જ સમગ્ર પ્રક્રિયામાં મોટો નિર્ણય લેતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જાહેર કર્યુ કે જયાં સુધી પાણીની પ્લાસ્ટીક બોટલોનો યોગ્ય વિકલ્પ ન મળે ત્યાં સુધી તેનો ઉપયોગ યથાવત રખાશે. મોદી સરકારે તા.2 ઓકટોબરથી સીંગલ યુઝડ પ્લાસ્ટીક પર તમામ પ્રકારનો પ્રતિબંધ મુકી દેવાની તૈયારી કરી છે પરંતુ કેન્દ્રીય મંત્રીએ તેમાં કરેલું વિધાન સમગ્ર ઝુંબેશ માટે પ્રશ્ર્નાર્થ ઉભો કરશે.
કેન્દ્રના ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે પાણીનો બોટલોનો યોગ્ય ઉપયોગ જરૂરી છે. તમે હાલની વ્યવસ્થા ખોરવી શકો નહી. તેમણે કહ્યું કે અન્ય જે વિકલ્પો છે તે ખર્ચાળ છે અને તેથી તેના ઉપયોગ સામે પ્રશ્ર્ન છે. તેમણે એ પણ કહ્યું કે રીસાયકલ કરેલી પ્લાસ્ટીક બોટલોના ઉપયોગ અંગે પણ કાનુની જોગવાઈ કરવી પડે.


Loading...
Advertisement