જેલવાસ ભોગવી આવેલાને મારા અંગે બોલવાનો અધિકાર નથી: અમિત શાહ પર નિશાન તાકતા શરદ પવાર

18 September 2019 05:57 PM
India
  • જેલવાસ ભોગવી આવેલાને મારા અંગે બોલવાનો અધિકાર નથી: અમિત શાહ પર નિશાન તાકતા શરદ પવાર

મહારાષ્ટ્રની વિધાનસભા પુર્વે જબરી રાજકીય ગરમી શરૂ: પવારના યોગદાન અંગે અમીત શાહે પ્રશ્ર્ન ઉઠાવતા આકરો જવાબ

મુંબઈ તા.18
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે તે સમયે રાજકીય ગરમી વધવા લાગી છે અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે એનસીપી વડા શરદ પવારનું મહારાષ્ટ્રના વિકાસમાં શું યોગદાન છે તેવો પ્રશ્ર્ન એક રેલીમાં કરતા શરદ પવારે તેનો આકરો જવાબ આપ્યો છે અને એવું કહ્યું છે કે જેઓ જેલમાં જઈ ચૂકયા છે તેઓને મને પ્રશ્ર્ન પૂછવાનો કોઈ અધિકાર નથી. શરદ પવારની ઉપલબ્ધી અંગે અમીત શાહે અનેક પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને તેઓ ફકત કુટુંબનું રાજકારણ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેનાથી આક્રોશ સાથે પવારે કહ્યું કે હું કદી જેલમાં ગયો નથી. અમીત શાહનું નામ લીધા વગર કહ્યું કે ભાજપના એક નેતા મારા અંગે પ્રશ્ર્ન ઉઠાવી રહ્યા છે. પરંતુ જેઓ મહીનાઓ સુધી જેલમાં રહ્યા હોય તેને મારા વિષે કોઈ પ્રશ્ર્ન પૂછવાનો અધિકાર જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના ગૃહમંત્રી અમીત શાહ ભૂતકાળમાં શોહરાબુદીન એન્કાઉન્ટર કેસમાં ત્રણ માસ જેલમાં રહ્યા હતા. જો કે હાલમાં તેમની સામેનો કેસ પાછો ખેંચી લેવાયો છે.


Loading...
Advertisement