યુદ્ધ જહાજ વિક્રાંતમાં કોમ્પ્યુટરના ઈલેકટ્રીક પાર્ટસની થઈ ચોરી

18 September 2019 05:53 PM
Technology
  • યુદ્ધ જહાજ વિક્રાંતમાં કોમ્પ્યુટરના ઈલેકટ્રીક પાર્ટસની થઈ ચોરી

સુરક્ષામાં ગંભીર ચૂક

કોચ્ચી તા.18
કેરળના કોચ્ચી શિપયાર્ડમાં દેશના પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ ‘વિક્રાંત’માં રહેલા ચાર અત્યાધુનિક કોમ્પ્યુટર્સનું ઈલેકટ્રીક પુર્જાની ચોરી થઈ જતા ખળભળાટ મચ્યો છે, આ ઘટનાને દેશના સર્વાધિક સુરક્ષા ગણાતા ક્ષેત્રમાં મોટી ચૂક માનવામાં આવે છે. ‘વિક્રાંત’નો નૌસેનાના બેડામાં વર્ષ 2021માં સામેલ કરવાનો પ્રસ્તાવ છે.
કોચી શિકયાર્ડ લીમીટેડ (સીએસએલ) એ જણાવ્યું હતું કે ‘વિક્રાંત’ના ચાર કોમ્પ્યુટર્સની હાર્ડ ડિસ્ક રેન્ડમ એકસેસ મેમરી (રેમ) અને પ્રોસેસરની ચોરી થઈ છે. આ મામલે શિપયાર્ડના મેનેજરે અર્નાકુલમ દક્ષિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સેનાનો જો કે દાવો છે કે યુદ્ધ જહાજમાંથી કોઈ મહત્વના ઉપકરણોની ચોરી નથી થઈ.


Loading...
Advertisement