ભારતનું અર્થતંત્ર વધુ કથળી શકે છે: માર્કેટ વેલ્યુએશન ઘણું વધુ છે: ફેબર

18 September 2019 05:43 PM
India
  • ભારતનું અર્થતંત્ર વધુ કથળી શકે છે: માર્કેટ વેલ્યુએશન ઘણું વધુ છે: ફેબર

શેરબજારમાં 30% કરેકશન આવે તો જ આકર્ષક બનશે

નવી દિલ્હી તા.18
સાઉદી અરેબીયાના અરામકો તેલક્ષેત્ર પર હુમલાથી વિશ્ર્વમાં ક્રુડના ભાવમાં ભડકો થયો હતો અને વિશ્ર્વના નાણા મુડી બજારમાં સેન્ટીમેન્ટને અસર થઈ હતી.
ધ ગ્લુમ, બ્લુમ, બુમ એન્ડ ડુમ રિપોર્ટના સંપાદક અને પ્રકાશક માર્ક ફેબરે જણાવ્યું હતું કે વેલ્યુ ઉભી થઈ રહી હોય તેવા કેટલાક સ્થળો છે.
તેમણે જણાવ્યું હતું કે તાજેતરના આર્થિક ડેટા નિરાશાજનક છે. આપણે પૂર્ણત: મંદીમાં નથી, પણ ઓટોમોબાઈલ જેવા સેકટરો પીડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર વધુકથળે તેવું છે. માર્કેટ વેલ્યુએશન ઘણું વધુ છે. એમાં 30% ઘટી તો જ આકર્ષક બનશે.


Loading...
Advertisement