વિનેશ ફોગાટનો ધમાકો: ઓલીમ્પીકમાં કવોલીફાય થનારી પ્રથમ રેસલર બની

18 September 2019 05:33 PM
Sports
  • વિનેશ ફોગાટનો ધમાકો: ઓલીમ્પીકમાં કવોલીફાય થનારી પ્રથમ રેસલર બની

વર્લ્ડ ચેમ્પીયનશીપમાં આજે બ્રોન્ઝ માટે મુકાબલો

નવી દિલ્હી તા.18
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે વિશ્ર્વ રેસલીંગ ચેમ્પીયનશીપમાં કમાલ બતાવી ટોકયો ઓલીમ્પીક માટે કવોલીફાય થનારી પ્રથમ રેસલર બની છે.
મંગળવારે તેણે જબ્બર શરુઆત કરી હતી, પણ જાપાનની વર્તમાન ચેમ્પીયન મારુ મુકૈદા સામે પરાજય થતાં તે વર્લ્ડ રેસલીંગ ચેમ્પીયનશીપમાંથી ફેંકાઈ ગઈ હતી, પણ તેને નસીબનો સાથ મળ્યો. ફોગાટે બીજા મુકાબલામાં યુએસની સારા ચેનને 8-2થી હરાવી ઓલીમ્પીકનો કવોટા મેળવી લીધો હતો. હવે તે બ્રોન્ઝ માટે આજે રાતે મારીયા પ્રેવોલાસ્કી સામે ટકરાશે.
હરિયાણાની વિનેશએ કોમનવેલ્થ અને એશિયાઈ મેચોમાં ખિતાબ મેળવ્યા છે, પણ વર્લ્ડ ચેમ્પીયનશીપમાં તે હજુ કોઈ ચંદ્રક મેળવી શકી નથી.


Loading...
Advertisement