જામનગર શહેરમાં જાહેરમાં ન્યુસન્સ કરનાર સામે હાજર દંડ વસુલાત કરાશે

18 September 2019 05:14 PM
Jamnagar
  • જામનગર શહેરમાં જાહેરમાં ન્યુસન્સ કરનાર સામે હાજર દંડ વસુલાત કરાશે

છ ટીમો કાર્યરત કરી જાહેર ન્યુસન્સને અટકાવવા અનેરૂ પગલું q

જામનગર તા. 18 :
જામનગર મહાનગરપાલિકા હદમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવા છ ટીમ કાર્યરત કરવામાં આવી હોવાનું મહાનગરપાલિકાના કમિશ્ર્નર સતીષ પટેલએ જણાવ્યું હતું તેમ વધુ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પબ્લીક રીલેટેડ જાહેરમાં ન્યુસન્સ કરનાર પાસેથી હાજર દંડની વસુલાત આ ટીમ દ્વારા કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકા ના હદ વિસ્તારમાં હાલ ઠેર-ઠેર ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે. લોકો પણ ગંદકી-કચરો જાહેર માર્ગ-ચોકમાં ફેકી દે છે. તેમજ પબ્લીક અવર-જવર વાળા જાહેર માર્ગ ઉપર અનેક લોકો જાહેર માર્યાદા ને નેવે ચુકી જાહેરમાં લઘુ શંકા કરનાર સામે આ ટીમ દ્વારા હાજર દંડની વસુલાત કરાશે.
આમ જાહેરમાં ન્યુસન્સ કરનારાઓ સામે કાર્યવાહી કરવા છ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ છ ટીમ દ્વારા શહેરના જુદા-જુદા વોર્ડ વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરશે. જેનાથી જાહેરમાં ન્યુસન્સ ફેલાતુ અટકશે તેમજ ન્યુસન્સ કરનાર પાસેથી હાજર દંડની વસુલાત કરીને ન્યુસન્સ ફેલાવનારા ઉપર એક પ્રકારની લગામ આવશે.
આ છ ટીમના કર્મચારીઓ દ્વારા જાહેરમાં લઘુશંકા કરનાર કે કાટમાણ ફેકનારા, ગંદકી કરનારાઓ તેમજ જાહેર હિતમાં કોઇ પ્રકારનું જો મહાનગરપાલિકાના કાયદાની જોગવાઇની વિરુધ્ધનું ન્યુસન્સ ફેલાતું જણાશે તો આ ટીમ દ્વારા જે તે ન્યુસન્સ ફેલાવનારા સામે દંડની વસુલાત માટે કાર્યવાહી કરાશે.
આમ જામનગર શહરે સ્વચ્છતાની તરફ વધુ એક કદમ હાથ ધરશે.


Loading...
Advertisement