સ્વીમીંગ પુલમાં ડૂબી જતા કિશોરનું મોત

18 September 2019 05:14 PM
Jamnagar
  • સ્વીમીંગ પુલમાં ડૂબી જતા કિશોરનું મોત

જામનગર તા.18: જામજોધપુર તાલુકાના સડોદર ગામે ગઈ કાલે અનિલકુમાર ઓમકારભાઇ વર્મા ઉ.વ. 17 ધંધો.રસોઇકામ રે.હાલ સમાણા મૂળ રે. લાલપુર બિસનુપૂર લલરામપૂર ઉતરપ્રદેશ વાળા યુવાનનું અશોકભાઇ અરજણભાઇની વાડીએ સ્વીમીંગ પુલમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બપોરના સમયે વાડીએ જમવા ગયેલ હોય અને જમીને તેની વાડીએ આવેલ સ્વીમીંગ પૂલમાં નહાવા જતા ડૂબી ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. શેઠ વડાળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement