ત્રણ દરોડામાં ચાર મહિલા સહીત 15 શખ્સો તીનપતીનો જુગાર રમતા પકડાયા

18 September 2019 05:13 PM
Jamnagar Crime
  • ત્રણ દરોડામાં ચાર મહિલા સહીત 15 શખ્સો તીનપતીનો જુગાર રમતા પકડાયા

એલસીબી, સીટી બી ડીવીજન અને સિક્કા પોલીસના જુદા જુદા દરોડા: એલસીબીએ પોણા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જામનગર તા. 18
જામનગર શહેરમાં એલસીબી અને સીટી બી ડીવીજન પોલીસ તથા સિક્કા પોલીસે જુદા જુદા ત્રણ દરોડા પાડી તીન પતિનો જુગાર રમતી ચાર મહિલા સહીત 15 સખ્સોને રોકડ સહિતના બે લાખ ઉપરાંતના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.
જામનગરમાં ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે સીટી બી ડીવીજન પોલીસે પટેલ કોલોની શેરી નં-6 મા રાધા કિષ્ના મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં તીન પતિનો જુગાર રમતી દેવુબા મહીપતસિંહ માલાજી જાડેજા જાતે.ગીરા ઉવ.60 ધંધો.ઘરકામ રહે.પટેલ કોલોની શેરી નં.6 રાધા ક્રિષ્ના મંદીરની બાજુમા જામનગર, દક્ષાબેન કિશોરકુમાર કિશનચંદ સોનીયા જાતે.સીંધી લુવાણા ઉવ.55 ધંધો.ઘરકામ રહે.ટી.બી હોસ્પીટલ પાછળ માત્રુ આશીષ સોસાયટી શેરી નં.2 જામનગર, માલાબેન કેશવભાઇ સાધુભાઇ મગલાણી જાતે.લુવાણા ઉવ.62 ધંધો.ઘરકામ રહે.પટેલ કોલોની શેરી નં.6 ગરબી ચોક જામનગર અને વિજુબા બટુકસિંહ લખુભા રાયજાદા જાતે.ગીરા ઉવ.70 ધંધો.ઘરકામ રહે.પટેલ કોલોની રાધા ક્રિષ્ના મંદીર પાછળ વાછડા ડાડાના મંદીર પાસે જામનગર વાળી મહિલાઓને રૂપિયા 14,950ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. લીમડા લાઇન રજપુત પરા શે.નં.1 ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઉમેદસિંહ સોલંકી રહે. લીમડા લાઇન, રજપુત પરા શેરી નંબર-1, જામનગર મુળ- ચેલા વાછરા ડાડાના મંદિર પાસે તા.જી.જામનગર વાળાઓ સખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની હકીકત મળતા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં વૃષભભાઇ નિલેશભાઇ ભંડેરી જાતે પટેલ ઉવ.30 ધંધો બ્રાસપાર્ટ રહે. વાલ્કેશ્વરી નગરી, શુભમ વિલા બંગલો, સાસ્વત એપાર્ટમેન્ટની સામે, જામનગર, વસંતભાઇ ખીમજીભાઇ નકુમ જાતે સતવારા ઉવ.40 ધંધો પ્લમ્બીંગ રહે. ગોકુલનગર નવાનગર શેરી નંબર-4, જામનગર, પ્રકાશભાઇ નરશીભાઇ મધોડીયા જાતે સતવારા ઉવ.33 ધંધો મજુરી રહે. મેહુલનગર, પ્રગતિપાર્ક શેરી નંબર-1, જામનગર, મુકેશભાઇ વિઠલભાઇ ડોબરીયા જાતે પટેલ ઉવ.41 ધંધો ઇલેકટ્રીકનો રહે. ગોકુલનગર, જકાતનાકા પાસે, મોહનનગર, શેરી નંબર -1 જામનગર, ભરતભાઇ દામજીભાઇ સંધાણી જાતે પટેલ ઉવ.38 ધંધો બ્રાસપાર્ટનો રહે. કમલ એપાર્ટમેન્ટ, બ્લોક નંબર-4, હરીયા સ્કુલ પાસે, જામનગર, પ્રેમજીભાઇ ભાણજીભાઇ ધારવીયા જાતે સતવારા ઉવ.51 ધંધો મજુરી રહે. ખીમરાણાગામ, તા.જી.જામનગર, અનિરૂધ્ધભાઇ ગોરધનભાઇ ચોવટીયા જાતે પટેલ ઉવ.59 ધંધો બ્રાસપાર્ટ રહે. કેવલીયાવાડી, શેરી નંબર-1, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, જામનગર વાળા સખ્સો રૂપિયા 1,06,500ની રોકડ અને રૂપિયા 75 હજારની કિમતના ત્રણ મોટર સાયકલ સાથે આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામ સખ્સોની ધરપકડ કરી સીટી બી ડીવીજન પોલીસના હવાલે કર્યા હતા.
જયારે જામનગર તાલુકાના સિક્કા ગામે ભગવતી સોસાયટી પુલીયા પાસે સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગાર રમતા ટપુભાઈ ખીમાણંદભાઈ સાખરા જાતે.ગઢવી ઉવ.38 ધંધો.મજુરી રહે-ભગવતી કોલોની સિક્કા તા.જી-જામનગર અને દેવાણંદભાઈ આલાભાઈ રૂડાચ જાતે-ગઢવી ઉ.વ-46 ધંધો- મજુરી રહે-ભગવતી કોલોની સિક્કા તા.જી-જામનગર તથા જીતેન્દ્ર વિરમભાઇ ગઢવી જાતે-ગઢવી ઉ.વ-19 ધંધો-મજુરી રહે- ભગવતી કોલોની સિક્કા તા.જી-જામનગર વાળા સખ્સોને રૂપિયા 10040ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.


Loading...
Advertisement