ટંકારા ખાતે ફોરલેન રોડની કામગીરીમાં નવા નાકે નાલુ બનાવવા સાંસદ કુંડારીયાની રજુઆત

18 September 2019 04:47 PM
Morbi
  • ટંકારા ખાતે ફોરલેન રોડની કામગીરીમાં નવા નાકે નાલુ બનાવવા સાંસદ કુંડારીયાની રજુઆત

હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા.18
રાજકોટ-મોરબી હાઈવે રોડ ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલુ છે. લતીપર ચોકડીએ ઓવરબ્રીજ બને છે. આ ઓવરબ્રીજને ઢાળ નગરનાકા સુધી લંબાવાય છે. રાજકોટ-મોરબી હાઈવે રોડની સામે બાજુ એમ.ડી. સોસાયટી લક્ષ્મીનારાયણ સોસાયટી, પટેલનગર, દયાનંદનગર, નાસા સ્કુલ તથા દુકાનો આવેલ છે. આશરે ત્રણેક હજારથી વધુ લોકો રહે છે. ઓવરબ્રીજના ઢાળના કારણે લોકોને ગામમાં જવા, નવાગામમાંથી જવા મોટી મુશ્કેલી સર્જાશે.
શરુઆતના પ્લાનમાં નવા નાકા પાસે નાલું બનાવવાનું મંજુર કરાયેલ છે.
આ અંગે ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ તથા આગેવાનો દ્વારા રજુઆત થયેલ.
સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા દ્વારા કાર્યપાલક ઈજનેર તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રજુઆત કરાયેલ છે.


Loading...
Advertisement