મોરબી તપોવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી

18 September 2019 04:38 PM
Morbi
  • મોરબી તપોવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી
  • મોરબી તપોવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી

મોરબીના જેતપર ગામની તપોવન વિદ્યાલય ખાતે ૠ.ઈ.ઊ.છ.ઝ.- ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ તેમજ શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ-મોરબી દ્વારા આયોજીત જટજ તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રદર્શનમાં શિક્ષક પાડલીયા ધર્મેન્દ્રભાઈના માર્ગદર્શનથી શાળાના વિદ્યાર્થીઓ નેસડીયા ધ્રુવ અને રાવલ માનસ દ્વારા વિભાગ -3 માં ઉચ્ચાલનના સિંધ્ધાંત મુજબ કાર્ય કરતી કૃતિ આધુનિક હિંચકો બનાવવામાં આવેલ. આ આધુનિક હિંચકાની મદદથી વિદ્યુતના વપરાશ વગર ભૂગર્ભ ટાંકાનું પાણી બહાર કાઢી શકાય છે. તેમજ સાથે સાથે ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાય છે. જેનાથી આર્થિક નુકશાની તેમજ પ્રદૂષણ થતું નથી. જે કૃતિને તાલુકા કક્ષાએ નિર્ણાયકો દ્વારા વિભાગ-3 માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી કરેલ છે. હવે તે જિલ્લા કક્ષાના વિજ્ઞાન -ગણિત પ્રદર્શનમાં મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તે બદલ શાળાના ચેરમેન અશોકભાઇ રંગપરીયા તથા પ્રિન્સીપાલ નરેશભાઇ સાણજા અભિનંદન પાઠવે છે.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement