સુરેન્દ્રનગરમાં થોડીવારમાં 70 હજારની ઘરફોડી

18 September 2019 04:10 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં થોડીવારમાં  70 હજારની ઘરફોડી

મકાન માલીક કામ અર્થે ગયાને તસ્કરો ત્રાટકયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
સુરેન્દ્રનગરના સતવારાના ડેલામાં આવેલા બંધ મકાનને સાંજના 7 કલાકના અરસામાં તસ્કરોએ નીશાન બનાવ્યુ હતુ. નીશાચરોએ ઘરના મુખ્ય દરવાજાના નકુચા તોડી તિજોરીમાંથી રૂપિયા 70 હજારની રકમની ચોરી કરી હતી. આ બનાવની મકાન માલીકે પોલીસ મથકે હાલ જાણ કરી છે.
સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તા પર સતવારાનો ડેલો આવેલો છે. જેમાં જગદીશભાઇ પંડીત પોતાના ઘરમાં એકલા રહીને પાન-બીડીની ફેરીનો વ્યવસાય કરે છે. તા. 16ને સોમવારે સાંજે 7 કલાકે તેઓ ઘરેથી રામ ટોકીઝ બાજુ કામ અર્થે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ કોશ વડે ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કર્યો હતો. બાદમાં તિજોરીની નજીક પડેલી ચાવીથી તિજોરી ખોલીમાં તેમાંથી રૂપિયા 70 હજારની ઉઠાંતરી કરી હતી. ચોરી બાદ તસ્કરો ઘરની શેટીમાં જ લોખંડની કોશ મૂકીને જતા રહ્યા હતા. આ બનાવ અંગે જગદીશભાઇએ એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરી છે. જયારે તિજોરી ચાવીથી ખોલાઇ હોવાથી આ ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની આશંકા પ્રબળ બની છે.


Loading...
Advertisement