કોન્ટ્રાકટ પશુ નાબુદી અંગે સુરેન્દ્રનગર સુધરાઇના સત્તાધીશોને હાઇકોર્ટનું તેડુ

18 September 2019 04:09 PM
Surendaranagar
  • કોન્ટ્રાકટ પશુ નાબુદી અંગે સુરેન્દ્રનગર સુધરાઇના સત્તાધીશોને હાઇકોર્ટનું તેડુ

આવતીકાલે મુદતમાં ઉપસ્થિત રહેવા હાઇકોર્ટના હુકમથી પાલિકામાં ખળભળાટ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.18
સુરેન્દ્રનગર નગરપાલિકામાં કોન્ટ્રાકટર બેઇઝમાં કામ કરતાં સફાઇ કામ સહિત મજુર સપ્લાય કરવાનાં કોન્ટ્રાકટ ચાલુ છે. ત્યારે ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા 2012માં કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા માટે મદદનીશ લેબર કમિશ્નર સુરેન્દ્રનગર દ્વારા કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે દરખાસ્ત અંગે કોઇ જ પ્રકારની કામગીરી ન થતાં ગુજરાત રાજય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયા દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકામાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકાર તેમજ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાને નોટીસ પાઠવેલ છે અને આગામી તા.19/9/2019ને ગુરૂવારનાં રોજ સુનાવણીમાં નગરપાલિકાનાં સત્તાધીશોને ઉપસ્થિત રહેવા હાઇકોર્ટે હુકમ કરતાં નગરપાલિકામાં હલચલ મચી જવા પામી છે.


Loading...
Advertisement