મુળી તાલુકાના દાધોળિયા ગામે આયુષ્યમાન પખવાડિયાની ઉજવણી

18 September 2019 04:08 PM
Surendaranagar
  • મુળી તાલુકાના દાધોળિયા ગામે આયુષ્યમાન પખવાડિયાની  ઉજવણી

સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
મૂળી તાલુકાના સરા પી એચ સી ના તબીબી ડો વણસોલ સાહેબના માર્ગદર્શન હેઠળ દાધોળીયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા આયુષ્યમાન યોજના ને એક વર્ષ પરિપુર્ણ થતા આયુષ્યમાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સી એચ ઓ ડો દશરથભાઈ પટેલ એમ પી એચ ડબલ્યુ એફ એચ ડબલ્યુ આશાવર્કર સહિત હેલ્થ વર્કર અનિરૂધ સિંહ પરમાર સહિત બાળકોએ વિવિધ વિસ્તારોમાં રેલી યોજી આયુષ્યમાન યોજના વિશે ગ્રામ્ય વિસ્તારોમાં અભણ અને ગરીબ અને ખેત મજૂરી કરતા લોકો આ યોજના નો વધુને વધુ લાભ મેળવે તેવી સવિસ્તૃ માહિતી આપી હતી.


Loading...
Advertisement