પ્રભાસપાટણ મોટા કોળી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાશ

18 September 2019 03:44 PM
Veraval
  • પ્રભાસપાટણ મોટા કોળી સમાજના
તેજસ્વી તારલાઓનું સન્માન કરાશ

30/9 સુધીમાં માર્કશીટ પહોચતી કરવા અપીલ

પ્રભાસપાટણ તા.18
પ્રભાસપાટણ મોટા કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પ્રભાસપાટણના કોળી સમાજના વિદ્યાર્થીઓનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. તા.30/9 સુધીમા સમાજની ઓફીસે રૂબરૂ 7થી9 સુધીમાં માર્કસીટ જમા કરાવી જવી.
સન્માનમાં ટકાવારીનું ધોરણ 7થી 9માં 85% ધો.10 તથા 11/12 સામાન્ય પ્રવાહ 70%, 11/12 સાયન્સ 55%, કોલેજમાં 60%, પોસ્ટ ગ્રેજયુએટ 55%, વ્યવસાય કોર્ષમાં 65%, ટેકનીકલ વ્યવસાય લક્ષી કોર્ષમાં 55% રાજય કે રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી પ્રાપ્ત કરનારનું સન્માન થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ તેમજ 11/10/18 પછી જેને સરકારી નોકરી મળેલ હોય તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે.
માર્કસીટ સ્વીકારવાનું સ્થળ ઘેડીયા મોટા કોળી વાડા ઓફીસ, માર્કસીટ પાછળ, વિદ્યાર્થીએ પોતાનું પુરૂ નામ, ધોરણ, સરનામું, ટકાવારી તથા કોન્ટેક નંબર અવશ્ય લખવા. આ માર્કસીટ વિદ્યાર્થીએએ રૂબરૂ આપવા આવવી તેમ સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ રામભાઈ સોલંકીની યાદીમાં જણાવવામાં આવેલ છે.


Loading...
Advertisement