અમરેલી જિલ્લામાં પીજીવીસીએલની 54 ટીમો ત્રાટકી : ઠેર-ઠેર ચેકીંગ : 143 કનેકશનમાં લાખો રૂપિયાની ચોરી

18 September 2019 03:35 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં પીજીવીસીએલની 54 ટીમો ત્રાટકી : 
ઠેર-ઠેર ચેકીંગ : 143 કનેકશનમાં લાખો રૂપિયાની ચોરી

જિલ્લાના 4 તાલુકાઓમાં બંદોબસ્ત સાથે કડક ચેકીંગથી ફફડાટ ફેલાયો : 22.50 લાખની પાવર ચોરી

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.18
ગુજરાત વીજ કંપની ઘ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે અમરેલી જિલ્લામાં પણ વીજ કંપની ઘ્વારા વીજ ચેકીંગ હાથ ધરવા માટે થઈ વહેલી સવારથી પ4 જેટલી ટીમો રવાના થઈ હતી. જેમાં સાંજ સુધીમાં 143 વીજચોરીનાં કેસ ઝડપાયા હતા જયારે રર.પ0 લાખની ચોરી ઝડપાઈ હતી.
અમરેલી વીજ કંપની ઘ્વારા આજે સવારથી અમરેલી, લીલીયા, લાઠી તથા બાબરા પંથકમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા એક જ દિવસમાં કુલ 143 વીજચોરીનાં કેસ ઝડપાયા હતા. જેમાં લગભગ રર.પ0 લાખની ચોરી ઝડપાયાનું જાણવા મળેલ છે.આગામી દિવસોમાં હજુ પણ વીજ ચેકીંગ ટીમ ઘ્વારા વીજ ચેકીંગ કામગીરી હાથ ધરાશે તેવું પણ જાણવા મળેલ છે. વીજ ચેકીંગનાં કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.


Loading...
Advertisement