લાઠીનાં અડતાળા ગામ પાસે બે બાઇક અથડાતા એકનું મોત

18 September 2019 03:30 PM
Amreli
  • લાઠીનાં અડતાળા ગામ પાસે બે બાઇક અથડાતા એકનું મોત

સાવરકુંડલાના જીરા ગામે તરૂણીનું સર્પદંશથી મોત : અમરેલી જેલમાંથી મોબાઇલ મળ્યો

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.18
લાઠી તાલુકાનાં અડતાળા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં રત્ન કલાકાર દિનેશભાઈ ગોસાઈ, તેમનો પુત્ર તથા ભત્રીજા સાંજના સમયે લાઠીથી પરત પોતાના ગામ અડતાળા તરફ પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.-14-એન 8469 ઉપર ત્રિપલ સવારીમાં આવી રહૃાા હતા. ત્યારે અડતાલા ગામની સીમમાં પહોંચ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ મોટર સાયકલ નં. જી.જે.-1- સીઆર 4પ76નાં ચાલકે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ બેફીકરાઈથી ચલાવી દિનેશભાઈ ગોસાઈનાં મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાવી દેતા મોટર સાયકલ ચાલક દિનેશભાઈને મોઢામાં તથા દાઢી તથા છાતીના ભાગે ઈજા કરતાં તથા દિનેશભાઈના પુત્ર ઋત્વીકને પણ ઈજા થતાં સારવાર માટે અત્રેના દવાખાને ખસેડાયેલ જયાં દિનેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજયાનું લાઠી પોલીસમાં ઋુત્વીકભાઈએ જાહેર કરેલ હતું.
સર્પદંશથી મોત
સાવરકુંડલા તાલુકાનાં જીરા ગામે આવેલ ભગવાનભાઈની વાડીએ ઝૂંપડીમાં પોતાના પરિવાર સાથે સુતેલી હનીબાઈ સાવલસિંહ નામની 16 વર્ષીય તરૂણીને ગત તા. ર/9નાં રોજ વહેલી સવારે તેણીને કોઈ સર્પે દંશ મારતાં તેમને ઘરમેળે જડીબુટ્ટીથી સારવારકરેલ. બાદમાં બીજા દિવસે તેણીનું મોત નિપજયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.
જેલમાંથી મોબાઇલ જપ્તી
અમરેલી જિલ્લા જેલમાં ગત તા. 13નાં રાત્રીના સમયે ઈન્ચાર્જ અધિક્ષક તથા સ્ટાફ ઘ્વારા ઝડતી કાર્યવાહી હાથ ધરવામાં આવતાં જિલ્લા જેલનાં બેરેક નં. 1ર તથા બેરેક નં. ર નાં કેદી શરફરાજ મહમદભાઈ કુરેશી રહે. વીજપડી તથા અકીલભાઈ વલીભાઈ સૈયદ રહે. સાવરકુંડલા પાસેથી મોબાઈલ ફોન તથા ચાર્જર મળી આવતાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ઝડપાયા
જાફરાબાદ તાલુકાનાંભાકોદર ગામે રહેતાં ધીરૂભાઈ પુનાભાઈ શિયાળ સહિત 4 જેટલા ઈસમો વહેલી સવારે ભાકોદર ગામે જાહેરમાં લાઈટનાં અજવાળી તીનપતીનો જુગાર રમતા હોય જાફરાબાદ પોલીસે દરોડો કરી ચારેય ઈસમોને રોકડ રકમ રૂા. 19પ0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શ્રમીકનું અકસ્માતે ઇજા
વડીયા તાલુકાનાં દેવગામમાં રહેતા અને મજરી કામ કરતા શંભુભાઈ ચાવડા નામનાં 4ર વર્ષીય આધેડ સોમવારે પોતાના ઘરની અગાસી ઉપર સુતા હતા ત્યારે પાળી વગરની અગાસીમાં નીંદરમાં નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે અત્રેના દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મૃત્યુ થયાનું વડીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ગેસ સીલીન્ડરની ચોરી
અમરેલીનાં બહારપરામાં આવેલ કુમારશાળાનાં મઘ્યાહન ભોજનના ભોજનાલયનાંરસોડામાં લોખંડનાં કેન્ડલ સાથે તાળુ મારેલ રાખેલ હતું. ત્યારે ગત તા. ર/9નાં રોજ કોઈ અજાણ્યા ઈસમે તાળુે તોડયા વગર જ ગેસનાં સીલીન્ડર નંગ-ર લઈ ગયલ હતું. જે અંગે શાળાનાં પ્રિન્સીપાલ જયોતીબેન મોહનભાઈ રૂપાપરાએ સીટી પોલીસમાં જાણ કરેલ છે.


Loading...
Advertisement