ભચાઉના સામખીયાળી ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે નર્મદા જળના વધામણાં કરાયા

18 September 2019 03:26 PM
kutch
  • ભચાઉના સામખીયાળી ખાતે વડાપ્રધાનના
જન્મદિન નિમિત્તે નર્મદા જળના વધામણાં કરાયા


(ગની કુંભાર) ભચાઉ તા.18
ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામા આવેલ સરદાર સરોવર ડેમની પુર્ણ સપાટી 138.67 મીટરે પહોચતા આ ઐતીહાસીક ક્ષણ ને વધાવવા આજે ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના જન્મદિન પ્રસંગે મા નર્મદાના વધામણા કરવા પધાર્યા છે તેના ભાગરુપે ભચાઉ તાલુકાના સામખીયારી જીલ્લા પંચાયત સીટ પર ધર્મશાળા મધ્યે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જેમાં ક્ધયાશાળાની બાળાઓએ પધારેલા મહેમાનો નું સ્વાગત ગીત તથા ગરબા લઈ મહેમાનો નું સ્વાગત કરેલ ત્યારબાદ મા નર્મદાના નીર ના વધામણા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી સામખીયારીના સામતસર તળાવ માં જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામખીયારી જીલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ માવજીભાઇ ગુસાઇ તથા ભચાઉ તાલુકા ભાજપના મહામંત્રી વાઘજીભાઇ છાંગાના હસ્તે તળાવમાં શ્રીફળ પધરાવી મેઘ લાડુ વહેંચી વધામણાં કરવામા આવેલ.જેમા જીલ્લા પંચાયત સદસ્ય નાગલબેન બાળા, સરપંચ સતીબેન લાખાભાઇ બાળા, માજી સરપંચો ચનાભાઇ બાળા, જગદીશભાઈ મારાજ, અમીનભાઇ રાઉમા, તાલુકા પંચાયતના સદસ્યો વિક્રમભાઇ કોળી, હરીભાઇ હેઠવાડીયા, એડવોકેટ કાનજીભાઈ બાળા, તલાટી જયેન્દ્રસિંહ વાઘેલા ગ્રામ પંચાયતના સદસ્યો તથા દરેક સમાજના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા. વેપારી અગ્રણી ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના ક્ધવીનર ધનસુખભાઇ ઠક્કરે ક્ધયાશાળા ની બાળાઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તથા આભારવિધી ગ્રામ પંચાયત સદસ્ય મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દુલભાઇ રાઉમા એ કરેલ હતી.


Loading...
Advertisement