બાકી રકમની વસુલાતમાં સરકાર કરતાં બેંકને પહેલી અગ્રતા: હાઈકોર્ટ

18 September 2019 03:10 PM
Ahmedabad Gujarat
  • બાકી રકમની વસુલાતમાં સરકાર કરતાં બેંકને પહેલી અગ્રતા: હાઈકોર્ટ

બાકી રકમની વસુલાતમાં સરકાર કરતાં બેંકને પહેલી અગ્રતા: હાઈકોર્ટ
અમદાવાદ તા.18
ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે બાકી રહેતી રકમની વસુલાતમાં લોન ડિફોલ્ટરોની મિલ્કતના વેચાણમાં બેંકો જેવા સિકયુર્ડ ક્રેડીટર્સનો સરકાર કરતાં અગ્ર વહેલો હક છે.
વોટર ફોર્સ પમ્પસ પાસેથી બાકી રકમની વસુલાતમાં પહેલો અધિકાર કોનો છે તે બાબતે બેંક ઓફ બરોડા અને ગુજરાત સરકાર વચ્ચેના વિવાદમાં સિંગલ જજ બેંચના જસ્ટીસ જે.બી.પારડીવાલાએ આ ચૂકાદો આપ્યો છે.
આ કેસમાં કંપની બેંક અને સરકારને વેટની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ થઈ હતી. લોન લેનારા નવીન પટેલ અને પલ્લવી પટેલ ભાગતા ફરે છે અને તે દેશ છોડી ગયા છે.
કેસની વિગતો મુજબ કરજદારોએ બેંક પાસેથી કટકેકટકે રૂા.4.85 કરોડની લોન લીધી હતી અને સામે બંગલા સહીત કેટલીક પ્રોપર્ટી ગીરવે મુકી હતી. 2016માં ડિફોલ્ટ થતાં બેંકે કાયદાની પ્રક્રિયા અનુસરી ઓગષ્ટ 2017માં મિલ્કતનો કબ્જો લઈ એકશન નોટીસ જારી કરી હતી.
રાજયના કોમર્સીયલ ટેકસ વિભાગે પણ જુલાઈ 2017માં મિલ્કત ટાંચમાં લેવા ઓર્ડર જારી કર્યો હતો, અને એ પછી બાકી ટેકસની રિકવરી માટે 20 ઓગષ્ટ 2018એ હરાજીની જાહેરાત કરી હતી.
બેંકના વકીલે જણાવ્યું હતું કે સરફેલાઈ એકટમાં 2016માં સુધારા પછી બેંકના બાકી દેવાને સરકારને ચૂકવવાપાત્ર ટેકસ કરતાં અગ્રતા મળે છે.
બેંકના વકીલે જણાવ્યું હતું કે બેંકે સપ્ટેમ્બર 2016માં સિકયુર્ડ એસેટનો સાંકેતીક કબ્જો લીધો હતો. બીજી બાજુ વેટની જવાબદારી માર્ચ 2017માં નકકી થાય ત્યારે બેંકે પ્રોપર્ટીનો કબ્જો લઈ લીધો હતો.


Loading...
Advertisement