અફઘાન પ્રમુખની રેલીમાં વિસ્ફોટ : ગની હેમખેમ પણ 24નાં મોત

18 September 2019 02:46 PM
India
  • અફઘાન પ્રમુખની રેલીમાં વિસ્ફોટ : ગની હેમખેમ પણ 24નાં મોત

મૃતકોમાં મોટાભાગે મહિલા બાળકો

કાબુલ તા.18
અફઘાનીસ્તાનમાં આજે પ્રમુખ અશરફ ગનીની ચૂંટણી રેલી સ્થળ નજીક વિસ્ફોટ થતાં 24 માણસો માર્યા ગયા હતા અને 30થી વધુને ઈજા થઈ હતી. મૃતકોનાં મહિલાઓ અને બાળકો સામેલ હતા.
જો કે પ્રમુખ ગની હેમખેમ હોવાના અહેવાલો છે.
પારવાન પ્રાંતના ચારિકર ખાતે આ વિસ્ફોટ થયો હતો. બનાવની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
સતાવાળાઓના જણાવ્યા મુજબ મૃતકો મોટાભાગે નાગરિકો છે. એમ્બ્યુલન્સો હજુ પણ દોરી રહી છે. મરણાંક વધવાની શકયતા છે.
પારવાન પ્રાંતીય સરકારના મહિલા પ્રવકતા વહીદા શકકરે જણાવ્યું હતું કે રેલીના સ્થળના પ્રવેશદ્વારે વિસ્ફોટ થયો હતો.


Loading...
Advertisement