પૂર્વ કચ્છમાં અકસ્માત-આપઘાતના બનાવોમાં પાંચ વ્યકિતના નિપજેલ મૃત્ય

18 September 2019 02:32 PM
kutch
  • પૂર્વ કચ્છમાં અકસ્માત-આપઘાતના
બનાવોમાં પાંચ વ્યકિતના નિપજેલ મૃત્ય

અંજારમાં શિક્ષકનો ગળાફાંસો ખાઇ આપઘાત : તપાસ

ભૂજ તા.18
પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતની ત્રિવિધ ઘટનાઓમાં 3 યુવકોના અકાળે મોત નીપજ્યાં છે. ભચાઉની પાર્શ્ર્વ સોસાયટી સામેના માર્ગ પર ગત શનિવારે બોલેરો જીપની અડફેટે ઘવાયેલાં કકરવાના પોલિયોગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક 40 વર્ષિય પેથાભાઈ દેશરા રબારી ગાંધીધામના ગાયત્રી પેટ્રોલપંપ પર કામ કરતો હતો.ગત શનિવારે સાંજે 5 વાગ્યે તે બાઈક પર જતો હતો ત્યારે સામેથી આવતી ૠઉં-12 અણ-2387 નંબરની બોલેરો જીપે ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયો હતો. પ્રથમ વાગડ વેલફેર અને ત્યારબાદ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પેથાની તબિયત નાજૂક થતાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ચાલક જીપ મુકીને નાસી ગયો હતો. બનાવ સંદર્ભે પેથાના ભાઈએ જીપચાલક વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ, અંજારને જોડતાં માર્ગ પર બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. મેઘપર બોરીચીની ઉમાનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ રૂડાણી (રહે. મૂળ. દેવીસર, નખત્રાણા) બાઈક પર પડાણા તરફ જતા હતા ત્યારે ગળપાદર રોડ પર ગોકૂલ રીફાઈનરી નજીક જીજે-12 એઝેડ-3409 નંબરના ટ્રેલરે ટક્કર મારતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતનો બનાવ દસ દિવસ અગાઉ 7મી સપ્ટેમ્બરની સાંજે 5 વાગ્યે બન્યો હતો. ઘાયલ સુરેશભાઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ નાજૂક તબિયતને અનુલક્ષીને તબીબોએ હાથ ઊંચા કરી દેતાં સુરેશભાઈને માદરે વતન નખત્રાણાની હોસ્પિટલમાં ખસેડવા નિર્ણય કરાયો હતો. 12મી તારીખે તેમને અમદાવાદથી પરત નખત્રાણા લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સુરેશના પિતરાઈ ભરત રૂડાણીએ અંજાર પોલીસ મથકે ટ્રેલરચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
દરમ્યાન, ગાંધીધામની ઓમ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા ડ્રાઈવરે અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર ભુવડ પાટીયા નજીક આઈ માતા હોટેલ પાસે આગળ જતા અજાણ્યા વાહનમાં પોતાનું ક્ધટેઈનર અથડાવી દેતાં તેનું મોત નીપજ્યું છે. અકસ્માતનો બનાવ 14મી સપ્ટેમ્બરની વહેલી સવારે બન્યો હતો. મૃતક 37 વર્ષિય માર્કન્ડે રામદેવ ચૌહાણ (મૂળ રહે. કુશીનગર, ઉત્તરપ્રદેશ) મુંદરાથી ક્ધટેઈનર ટ્રેલર લઈ અમદાવાદ જતો હતો. દુર્ઘટના બાદ ટ્રાન્સપોર્ટ પેઢીના માલિકે કાયદા મુજબ મરનાર વિરુધ્ધ જ બેદરકારીથી વાહન ચલાવી પોતાનું મોત નીપજાવવાની ફરિયાદ નોંધાવી છે.
મુંદરાના નાના કપાયા ગામે સર્જાયેલી એક દુર્ઘટનામાં જોરદાર વીજકરંટ લાગતાં 25 વર્ષિય પરપ્રાંતીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે. ગત મંગળવારે બપોરે પોણા બે વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મજૂરો માટે બનાવાયેલી ઓરડી પર એકાએક ઉપરથી પસાર થતી વીજલાઈનનો તાર તૂટીને પડ્યો હતો. વીજતાર ઓરડીની લોખંડની એંગલ પર પડ્યો હતો. સિમેન્ટના પતરાવાળી ઓરડીની ભેજયુક્ત દિવાલ અને ખુલ્લા વાયરીંગના કારણે વીજકરંટ આખી ઓરડીમાં પ્રસરી ગયો હતો. યોગાનુયોગે તે જ સમયે મૃતકે તેના મોબાઈલ ફોનના ચાર્જરની સ્વિચ ઓન કરી હતી અને વીજ કરંટ તેને ભરખી ગયો હતો. તેની સાથે રહેલાં અન્ય બે જણાં ગભરાઈને ઘર બહાર દોડી ગયાં હતા. દુર્ઘટના અંગે મુંદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંજારની પ્રજાપતિ છાત્રાલય પાછળ રહેતા અને જરૂ ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 28 વર્ષિય ચંદ્રેશ સુરેશ નાથાણીએ ઘરના સીલીંગ ફેનમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આજે સવારે 11.30 વાગ્યે બનાવ અંગે લોકોને જાણ થઈ હતી. મૃતક ચંદ્રેશ અપરિણિત હતો. બનાવ અંગે અંજાર પોલીસ તપાસ કરી રહી છે.


Loading...
Advertisement