ધોરાજીમાં નર્મદા મહોત્સવની ઉજવણી

18 September 2019 01:51 PM
Dhoraji
  • ધોરાજીમાં નર્મદા મહોત્સવની ઉજવણી

સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર: પદયાત્રા યોજાઈ

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા) ધોરાજી તા.18
ધોરાજી ખાતે નમામિ દેવી નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી પદયાત્રા યોજાવામાં આવી હતી.
સરદાર સરોવર છલોછલ ભરાય જતા આ ઐતિહાસિક ક્ષણની ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉજવણી કરવામાં આવી અને તેના ભાગરૂપે ધોરાજી ખાતે સરદારની પ્રતિમાને ફુલહાર કરી પદયાત્રા યોજવામાં આવી હતી. પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને પૂજન કરાયુ હતું અને નર્મદાના નીરને વધામણા કરાયા હતા. આ તકે ડે.કલેકટર મીયાણી, મામલતદાર પોલીસ સ્ટાફ ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ, નગરપાલીકા સહીતનો સ્ટાફ અને નાગરીકો જોડાયા હતા.
આ તકે ભાજપ અગ્રણી વી.ડી. પટેલ, હરસુખભાઈ ટોપીયા, રણછોડભાઈ કોયાણી, હરકીશન માવાણી, જયસુખ ઠેસીયા, અરવીંદ વોરા, વિનુભાઈ માથુકીયા, મીહીર હિરપરા, નગરપતી ડી.એલ. ભાષા, જગદીશ રાખોલીયા, દિલીપ જાગાણી, હરકીશન માવાણી વિજય બાબરીયા તેમજ ભાજપના સુધરાઈ સભ્યો અને દિનેશભાઈ વોરા એડવોકેટ ધીરૂ કોયાણી, આશાબેન લીમ્બડ, કૌશીક વાગડીયા, મનુ ભાજપ સહિતના આગેવાનો ઉપસ્તિત રહ્યા હતા.


Loading...
Advertisement