અમરેલીમાં ઠેબી ડેમ ખાતે મંત્રી જાડેજાનાં હસ્તે જળપૂજન

18 September 2019 01:47 PM
Amreli
  • અમરેલીમાં ઠેબી ડેમ ખાતે મંત્રી જાડેજાનાં હસ્તે જળપૂજન

ખેતી, ઉદ્યોગ અને પાણીની સુવિધાથી રાજય સમૃઘ્ધ બનશે : મંત્રી જાડેજા

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.18
અમરેલીના ઠેબી ડેમ ખાતે જળપૂજન અને નર્મદા ઉત્સવને ઉમળકાભેર આવકારતા જિલ્લાના પ્રભારી અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાતના સર્વાંગી વિકાસમાં નર્મદા મૈયાનો મહિમા ખૂબ જ મહત્વનો ગણાવ્યો હતો. તેમણે જળપૂજન કરીને નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે ત્યારે આ ઘડીને ઐતિહાસિક ઘડી ગણાવી હતી.
આ તકે મંત્રી જાડેજાના હસ્તે જરૂરીયાતમંદોને માં અમૃતમકાર્ડ તેમજ આંગણવાડીની બહેનોને સીએએસ મોબાઈલ અર્પણ કરવામાં આવ્યા હતા.
સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, હવે કોઈ ડેમ કયારેય ખાલી રહેશે નહી નર્મદાના નિર સૌની યોજના ઘ્વારા અમરેલી જિલ્લાના ડેમોને આગામી સમયમાં પૂર્ણ કદે ભરવાની સવલત ઉભી થશે. જેને કારણે પીવાનું, ખેતીના પાણીની અછત કાયમી ધોરણે નિવારી શકાશે.
આ તકે કલેકટર આયુષ ઓક, આગેવાનો હિરેનભાઈ હિરપરા, અશ્વિનભાઈ સાવલીયા, કૌશિકભાઈ વેકરીયા, ડો. કાનાબાર, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહૃાા હતા.


Loading...
Advertisement