મેંદરડામાં વડાપ્રધાન મોદીના જન્મદિને સાત વ્યકિતઓનો દેહદાન સંકલ્પ

18 September 2019 01:45 PM
Junagadh
  • મેંદરડામાં વડાપ્રધાન મોદીના જન્મદિને
સાત વ્યકિતઓનો દેહદાન સંકલ્પ

વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મ દિને મેંદરડા ગામે 7 વ્યકિતઓએ દેહદાનનો સંકલ્પ લીધો હતો.
મેંદરડાના સેવાભાવી ડો.બાલુભાઈ કોરાટ મરણોતર દેહદાનની પ્રવૃતિ ચલાવી રહ્યા છે અત્યાર સુધીમાં તેમણે 180 દેહદાનના સંકલ્પ પત્ર ભરી મોકલી આપેલ છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે મરણોતર દેહદાનની જાહેરાત કરનાર મનસુખભાઈ ગોપાલભાઈ પાઘડાર મેંદરડા અશ્ર્વીનભાઈ બેચરભાઈ કોટડીયા મેંદરડરા, છગનભાઈ અરજણભાઈ છોડવડીયા મેંદરડાર, કંચનબેન ડાયાભાઈ વઘાસીયા મેંદરડા,મોહનભાઈ રવજીભાઈ ગોંડલીયા અંબાળા, શાંતીલાલ આર.પાઘડાર મેંદરડાએ સંકલ્પ લઈ પત્રો ભર્યા હતા.


Loading...
Advertisement