ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી

18 September 2019 01:39 PM
Dhoraji
  • ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી
  • ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી
  • ધોરાજીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી

આગેવાનો દ્વારા કેક કપાઇ : દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.18
ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 69માં જન્મદિવસની સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ધોરાજી ભાજપ પરિવાર અને સરકારી હોસ્પિટલ સ્ટાફ પરિવાર દ્વારા ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 69માં જન્મદિવસ નિમિતે સરકારી હોસ્પિટલ ખાતે કેક કાપી તેમજ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો. તેમજ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરાયું હતું. કેક ડો.રૂપાલીબેન મહેતા તથા ભાજપના અગ્રણીઓ દ્વારા કાપવામાં આવી હતી.
આ તકે ભાજપ અગ્રણીઓ દ્વારા નરેન્દ્રભાઇ મોદીની સેવાઓને બિરદાવી અને દેશનો વિકાસ થાય તેવી શુભેચ્છા અપાઇ હતી.
કાર્યક્રમમાં ભાજપના પીઢ અને તેના વી.ડી.પટેલ શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઇ ટોપીયા, જયસુખભાઇ ઠેસીયા, મુકતાબેન વઘાસીયા, રાજુભાઇ બાલધા, હરકિશન માવાણી, યુવા અગ્રણી ચેતનભાઇ વઘાસીયા, બટુકભાઇ કંડોલીયા, પીઢ એડવોકેટ ધનજીભાઇ ઠેસીયા તેમજ ડો.રૂપાલીબેન મહેતા (વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોન) અને ડો.જયેશભાઇ વસેરીયન, ડો.રાજબેરા, ડો.પાર્થ મેઘનાથી, ડો.અંજલી તરલેજા, ડો.જીજ્ઞા કણઝારીયા અને ગીરાબેન ગોસ્વામી તેમજ સેવાભાવી હિતેશ પારેખ, હોસ્પિટલ સ્ટાફ પરિવાર સહિતનાઓ હાજર રહી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.


Loading...
Advertisement