જસદણમાં પશુ દવાખાના માટે રૂા.1.10 કરોડના કામોને મંજુરી

18 September 2019 01:31 PM
Jasdan
  • જસદણમાં પશુ દવાખાના માટે રૂા.1.10 કરોડના કામોને મંજુરી

પશુપાલન મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા : સુલતાનપુર, જેતપુર (નવાગઢ), ભાડલા પશુ દવાખાનાના મરામત કામ માટે રૂા.35.40 લાખના કામોને પણ મંજુરી મળી

રાજકોટ તા.18
પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે અદ્યતન પશુ દવાખાનુ બનાવવાની જાહેરાત કર્યા મુજબ સરકાર દ્વારા રૂા.1.10 કરોડના ખર્ચે પશુ દવાખાના કામને વહીવટી મંજુરી આપવામાં આવી છે.
જસદણ ખાતે તૈયાર થનાર નવા પશુ દવાખાના કામ માટે રૂા.51 લાખ સાથે આનુસાંગીક કામોમાં વીઓ.કવાર્ટર નવીન બાંધકામ, પશુ સારવાર શેડ, પશુ દવાખાના ફરતે કમ્પાઉન્ડ વોલ, ગ્રીલ ગેટ, પાણી માટે બોર તથા મશીનરી, પેવરબ્લોક ગેટથી કમ્પાઉન્ડ તમામ બાંધકામ સુધીની આઈટમનો કામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઉપરાંત રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર પ્રા. પ.સા.કે.રીપેરીંગમા માટે રૂા.6.86 લાખ, જેતપુરના (નવાગઢ) પશુ દવાખાના માટે રૂા.10.70 લાખ, જસદણના ભાડલા પશુ દવાખાનાને રીપેરીંગ તથા ઈલેકટ્રીક ફીટીંગ માટે રૂા.2.02 લાખ અને જસદણ પશુ દવાખાનામાં ઓપરેશન થીયેટર, ઈન્ડોર પેશન્ટ રૂમ, બુલશેડ રૂમ અને પટાવાળા કવાર્ટરને રીનોવેશન અને રીપેરીંગ તથા ઈલેકટ્રીક ફીટીંગ માટે રૂા.15.82 લાખ મળી વધારાના રૂા.35.40 લાખની રકમના કામને વહીવટી મંજુરી આપવામાં આવી છે. જસદણ સહીત રાજકોટ જીલ્લાના પશુ દવાખાનાઓને મરામત સહીતના પ્રશ્ર્ન લાંબા સમયથી પડતા હતા જેને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા મંજુરી આપતા પશુપાલકો, ડોકટરો, સ્ટાફ સહીતનાઓને આગામી દિવસોમાં સુવિધા મળતી થઈ જશે જે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગને અંદાજપત્રકો, ડીટીપી સહીતની વહીવટી કામગીરી પૂર્ણ કરી બાંધકામ- મરામતની કામગીરી વહેલી તકે હાથ ધરવા સુચના આપવામાં આવી છે.


Loading...
Advertisement