જુનાગઢમાં અમદાવાદના સેલ્સમેનને હની ટ્રેપમાં ફસાવી 50 હજાર પડાવ્યા

18 September 2019 01:25 PM
Junagadh Gujarat
  • જુનાગઢમાં અમદાવાદના સેલ્સમેનને હની ટ્રેપમાં ફસાવી 50 હજાર પડાવ્યા
  • જુનાગઢમાં અમદાવાદના સેલ્સમેનને હની ટ્રેપમાં ફસાવી 50 હજાર પડાવ્યા

યુવતીએ ફેસબુકમાં ફ્રેન્ડશીપ બાંધી જુનાગઢ બોલાવી બે અજાણ્યા શખ્સોની મદદથી ધોકાવી બે લાખ માંગ્યા: યુવતિ સહિત ત્રણ સામે ફરિયાદ

જુનાગઢ તા.18
જુનાગઢમાં રહેતી યુવતીએ અમદાવાદના સેલ્સમેન યુવક સાથે બે અઢી માસથી ફેસબુક પર મીત્રતા બાંધી યુવાનને ઝાળમાં ફસાવી સોમવારે યુવાનને જુનાગઢ બોલાવીને ફસાવ્યો હતો. હનીટ્રેપમાં બે અજાણ્યા શખ્સો પોલીસની ઓળખ અપા ઢોર માર મારી રૂા.12 હજાર અને એટીએમ કાર્ડ ખીસ્સામાંથી કાઢી લઈ બે લાખની માંગણી કરી બાદ તાત્કાલીક રૂા.50 હજાર આપવાની શરતે છોડી દેતા ગઈકાલે અમદાવાદી યુવાને બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પીએસઆઈ ડાકીને તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ અમદાવાદ રહેતા અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા પાનસુરીયા પંકજભાઈ વલ્લભભાઈ (ઉ.42) સાથે બે ત્રણ માસ પહેલા જુનાગઢની કાજલ પટેલ નામની યુવતી એડ્રેસ બૂક પર ફ્રેન્ડશીપ બાંધી બન્ને ફેસબુક પર ચેટીંગ કરતા હતા. તેમાં મીત્રતા વધુ ગાઢ બનતા જુનાગઢની કાજલ પટેલે પંકજ પાનસુરીયાને જુનાગઢ મળવા માટે બોલાવેલ જેથી ગત સોમવાર તા.16-9ના પંકજ પાનસુરીયા જુનાગઢ આવેલ એસટી બસ સ્ટેન્ડથી રીક્ષામાં સરદાર પરા વિસ્તારમાં આવેલા જયોતિ હેન્ડલુમ સામે એપાર્ટમેન્ટના ત્રીજા માળે યુવતીએ આપેલા એડ્રેસે પહોંચ્યો હતો. જયાં યુવતી હાજર હતી અને પંકજને બેસાડયો હતો. થોડીવારમાં બે અજાણ્યા શખ્સો ત્યાં આવી ગયા હતા.
પૂર્વ આયોજીત કાવત્રારૂપે આ બન્ને પોલીસ હોવાનું જણાવી પંકજ પાનસુરીયાની ધોલાઈ કરી ફસાવી દેવાની ધબકી આપી હતી. રૂા.12 હજાર રોકડા એટીએમ કાર્ડ બેંક એફ બરોડાનું કાઢી લીધુ હતું. બાદ રૂા.બે લાખની માંગણી કરી હતી અને નાણા નહીં આપે તોં દુષ્કર્મમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સવારે 11 કલાકથી સાંજના 6 સુધી આ ઘટનાક્રમ ચાલ્યો હતો. અંતે નકકી થયુ હતું કે સાંજે યુવાદ અમદાવાદ જઈ તાત્કાલીક રૂા.50 હજાર બેંકના નંબર આપેલ તેના ખાતામાં નાખવા અને તે નાણા આ બંને શખ્સો ઉપાડી લેશે તે શરત મુજબ સોમવારની સાંજે છોડવામાં આવેલ. હનીટ્રેપમાંથી છુટેલો યુવાન પંકજ હોસ્પીટલમાં દાખલ થયો હતો જયાં તેમણે કાજલ પટેલ અને પોલીસની ઓળખ આપનાર બે શખ્સો સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસમાં કલમ 386, 388, 323, 114 જીપીએ. 135 મુજબ ગુનો નોંધી પીએસઆઈ વી.કે. ડાકીએ તપાસ હાથ ધરી છે.
ફરીયાદી ભોગ બનાર પંકજભાઈ પાનસુરીયા ઉપર અમદાવાદ બાપુનગર 2150 ન્યુ અરવિંદનગર સોસાયટી સમજુબા હોસ્પિટલ પાછળ ઈન્ડીયા કોલોની ચાર રસ્તા ખાતે રહેતા હોવાનું જાણવા મળેલ છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના કહેવા મુજબ કદાચ યુવાતીનું નામ કાજલ પટેલ ન હોય અને ખોટુ નામ પણ આપ્યુ હોય તે પણ શકયતા તપાસવામાં આવી રહી છે.


Loading...
Advertisement