કુકસવાડા-ધુમલી ગામે સગર્ભા બહેનોને દવા યુકત મચ્છરદાની અપાઇ

18 September 2019 01:09 PM
Porbandar
  • કુકસવાડા-ધુમલી ગામે સગર્ભા બહેનોને દવા યુકત મચ્છરદાની અપાઇ

ચોરવાડ તા.18
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકસવાડાના ધુમલી ગામે ગુજરાત સરકારની સુચના મુજબ અને ડો. ચેતન મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જુનાગઢ અને રાદડિયા પાણી અને વાહક જન્ય રોગચાળા અધિકારી જુનાગઢ અને ડો. આર આર ચુડાસમા તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ના અસરકારક માર્ગદર્શન અન્વયે હાલ મા સગર્ભા અવસ્થા ઘરાવતા તમામ બહેનો ને દવા યુક્ત મચ્છરદાની વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ મચ્છરદાની વિતરણ કાર્યક્રમ શ્રીમતી અમરબેન ભગવાનભાઈ પરમાર ગામ પંચાયત મહિલા સદસ્ય ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં સ્થાનિક આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ વર્કર આશાબેન અને આંગણવાડી કાર્યકર અને હેલ્પર અને ગામના આગેવાનો અને લાભાર્થીઓ અને સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દવા મચ્છરદાની ઉપયોગ અંગે ફાયદા તેમજ માતા અને બાળક ના મરણ મા ઘટાડા અંગે સચોટ સમજૂતી આપવામાં આવેલ. પાણી અને વાહક જન્ય રોગચાળા કાર્યક્રમ અંગે અસરકારક રોગચાળા અટકાયતી શિક્ષણ આપેલ.આ કામગીરી સાથે શાળા અને આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. અને પોષણ અંગે આરોગ્ય શિક્ષણ તેમજ વ્યસનમૂકતી ના ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.


Loading...
Advertisement