ગીરગઢડા લાંચ કેસમાં આરોપી પોલીસ કર્મીનાં હાઇકોર્ટમાં જામીન નામંજૂર

18 September 2019 01:02 PM
Junagadh
  • ગીરગઢડા લાંચ કેસમાં આરોપી પોલીસ કર્મીનાં હાઇકોર્ટમાં જામીન નામંજૂર

ઉના તા.18
ગીરગઢડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી રૂ.6 હજારની લાંચ પ્રકરણમાં હાઇકોર્ટે જામીન નામંજૂર કરતા પોલીસદળમાં ચર્ચા જાગી છે. ગીરગઢડા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સુનિલ જેસીંગ પઢીયારએ ગત તા.16 જુલાઇ 2019ના ગીરગઢડા તાલુકાના ઊંદરી ગામેથી બે વ્યક્તિને ઇગ્લીશ દારૂ સાથે પકડી પાડેલ હતા. અને તેની સામે ગુનો નહી દાખલ કરવા તેમજ માર નહીં મારવા અંગે રૂ.10 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચની રકમ ઊંદરી ગામના એક જાગૃત નાગરીક અને જવાબદારી લેતા રકજક બાદ રૂ. 6 હજારની લાંચ આપવા ટેલીફોન પર વાતચીત કરી હતી. આ બાબતે જાગૃત નાગરીકએ જુનાગઢની એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં પો.ઇન્સ. ડી.ડી.ચાવડાએ નોંધી પો.કોન્સને લાંચના છટકામાં રંગે હાથે ઝડપવા છટકુ ગોઠવેલ હતું. પરંતુ કોઇપણ કારણોસર આક્ષેપીત ફરીયાદી પાસે માંગેલ લાંચની રકમ લેવા ન આવતા એ દિવસથી આ પોલીસ કો.નાસતા ફરતા હોય અને આ બાબતે તેણે ઊનાની સેસન્શ કોર્ટમાં આગોતરા જામીન મુકેલ હોય ત્યાર બાદ નામદાર હાઇકોર્ટમાં આગોતરા જામીન માંગતા હાઇકોર્ટે આગોતરા જામીન અરજીને ગુન્હાની ગંભીરતા સમજી ના મંજુર કરતા હવે આ લાંચ પ્રકરણમાં આ પો.કો. પોલીસ સમક્ષ હાજર થશે કે કેમ તેવો પ્રશ્ન ઉઠવા પામેલ છે.


Loading...
Advertisement