ભાદર-1 છલકાવામાં હવે માત્ર એક જ ફૂટનું છેટું: મોજ ડેમ છલકાઈ ગયો

18 September 2019 01:01 PM
Rajkot Gujarat Saurashtra
  • ભાદર-1 છલકાવામાં હવે માત્ર એક જ ફૂટનું છેટું: મોજ ડેમ છલકાઈ ગયો
  • ભાદર-1 છલકાવામાં હવે માત્ર એક જ ફૂટનું છેટું: મોજ ડેમ છલકાઈ ગયો

પાંચ જિલ્લા પૈકી રાજકોટ જિલ્લાના 25 ડેમોમાં સૌથી વધુ 90.60 ટકા જળ સંગ્રહ

રાજકોટ તા.18
રાજકોટ જેતપુર અને ગોંડલવાસીઓની પીવાની પ્યાસ બુઝાવતો જેતપુર નજીકને ભાદર-1 ડેમ સૌની યોજના અંતર્ગત ભરવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન ડેમમાં વધુ 0.10 ફૂટ નવું પાણી આવેલ છે. અને હવે ડેમ છલકાવા આડે માત્ર એક ફૂટ જેટલું છેટુ રહ્યું છે. ભાદરની સપાટી આજની તારીખે 32.10 ફૂટે પહોંચી છે. અને ડેમ 92.47 ટકા ભરાઈ ગયો છે. ભાદર ઉપર અત્યાર સુધીમાં કુલ 719 મી.મી. વરસાદ પડી ચૂકયો છે. અને હવે 2015 બાદ ફરી એક વખત ભાદર ચાલુ વર્ષે 15મી વાર છલકાવાની તૈયારીમાં છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાનો મોજ ડેમ પણ 44 ફૂટની પૂર્ણ સપાટીએ ભરાઈને છલોછલ થઈ ચૂકયો છે અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટ જિલ્લાના 25 પૈકી 19 જેટલા ડેમો તો 100 ટકા ભરાઈ ગયા છે. અને 25 જળાશયોમાં 90.60 ટકા જળ સંગ્રહ થઈ ગયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમ્યાન દ્વારકા જિલ્લાના બે ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. જેમાં ઘી ડેમમાં 0.33 ફૂટ અને શેઢા ભાડથરીમાં 0.16 ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના 25 ડેમોમાં 90.60 ટકા ઉપરાંત મોરબીના 10 ડેમોમાં 89.08 ટકા જામનગરના 20 ડેમોમાં 99.04 ટકા, અને દ્વારકા જિલ્લાના 12 ડેમોમાં 59.57 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમોમાં 82.22 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આ ઉપરાંત પોરબંદરનો સોરઠી 100 ટકા અને અમરેલીનો સાંકરોલી 59.21 ટકા ભરાયેલો છે.


Loading...
Advertisement