રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી

18 September 2019 12:57 PM
Rajkot Gujarat Saurashtra
  • 
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી
  • 
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી

નર્મદા જળાશય છલકાતા ગામે-ગામ જળ પુજન કરતા મંત્રીઓ; પ્રજાજનોને મેઘલાડુનો પ્રસાદ; મેદની ઉમટી

રાજકોટ તા.18
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વડાપ્રધાનના જન્મદિન તેમજ નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત નર્મદા નીરના વધામણાના કાર્યક્રમો પ્રધાનમંત્રી અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉપસ્થિત હજારોની મેદનીને ખુશાલી સ્વરૂપે મેઘલાડુનો પ્રસાદ અપાયો હતો.
ઉપલેટા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મોત્સવને સેવા સપ્તાહ તરીકે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે અહિંના શહેર ભાજપ નગરપાલીકા અને યુવા ભાજપ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાજપના આગેવાનો યુવાનો કાર્યકર્તાઓ નગરપાલીકાના ચુંટાયેલા હોદેદારો સદસ્યો વગેરે બાવલા ચોક ખાતેથી શહેરની જુદી જુદી સરકારી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ન.પા.ના અધિકારીઓ કર્મચારીઓ સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મંદિર ખાતે પહોંચેલ જયાં નગરપતી રાણીબેન ચંદ્રવાડીયા સહીતના આગેવાનોની હાજરીમાં નવા નીરની આરતી ઉતારી વધામણા કરવામાં આવેલ.
વિસાવદર
વિસાવદર નગરપાલીકા દ્વારા સવારે વિસાવદર શહેરમાંથી પ્લાસ્ટીક સ્વચ્છતા અભિયાન કરેલ ત્યારબાદ ગીરી અને કુંદરામાંથીનીકળતી પોપટડી નદીના નીરને કાશી વિશ્ર્વનાથના મંદિર પાસે મંદિરના મહંત હીરાપૂરી બાપુ, જીલ્લા ભાજપ મંત્રી રમણીક દૂધાત્રા, નગરપાલીકાના ઉપપ્રમુખ જશુબેન વ્યાસ ચીફ ઓફીસર પટેલ સહીતના આગેવાનોએ આરતી પુજન કરી પાણીમાં શ્રીફળ પધરાવી વધાવેલ હતા.
હડિયાણા
નમામી દેવી નર્મદે મહોત્સવનું બાલંભા ગામ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત કપુરીયા કેનાલની જડ રાશિનું શ્રીફળ વધેરીને વધાવવામાં આવી અને મા નર્મદાની આરતી કરવામાં આવી. ત્યારબાદ બાલંભા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગણેશ સ્તુતિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને સ્વચ્છતા અંગેનું નાટક કરવામાં આવ્યુ અને શાળાની બાળાઓ દ્વારા સરસ મજાનો માં નર્મદા મૈયાના ગીત આધારીત રાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ વડાપ્રધાનના જન્મ દિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી.
ગોંડલ
ગોંડલ વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ, ગોંડલી નદીને 100% નર્મદાના નીરથી ભરવાથી તેમજ દરેકના ઘરો સુધી નર્મદાના જળ પહોંચાડનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પર ગોંડલ આશાપુરા ડેમ ખાતે આરતી કરી માં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા.
વડિયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે વડીયામાં પૂર્વમંત્રી બાવકુભાઈ ઉધાડના વરદહસ્તે વડીયા સુરવો ડેમના નવા નીરને વધાવી આરતી પૂજન કરાયું ત્યારબાદ આંગણવાડીના નાના ભુલકાએને પેન્સીલ કીટ અને ચોકલેટ આપવામાં આવેલ તેમજ વડીયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી દર્દીઓને ફ્રુટ વિતરણ કરી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
જેતપુર
રાજકોટના જેતપુર તાલુકામાં છાપરવાડી ડેમ વાળા ડુંગરા, અને ખોડીયાર ચેકડેમ બોરડી, સમઢીયાળા ત્રિવેણી મંદિર પાસે કેરાળી, નિર્મળ તળાવ દેવકીગાલોલ, અને નવાગઢ તળાવ જેતપુર ખાતે નમામિ દેવી નર્મદે ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ પ્રસંગે છાપરવાડી ડેમ વાળાડુંગરા ખાતે આયોજીત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ સોલંકી તાલુકા વિકાસ અધિકારી નંદા કે.વી., વેલજીભાઈ સરવૈયા અને ગ્રામ્ય આગેવાનો સાથે શાળાની બાળાઓએ શ્રી નમામિદેવી નર્મદા મૈયાની આરતી અને જળરાશિના વધામણા કર્યા હતા.


Loading...
Advertisement